એક ઝાટકે આ મજુરનું નસીબ ચમકી ગયુ ! હીરાની ખાણમાંથી 70 લાખનો હીરો મળ્યો પરંતુ હવે….
નસીબ એ એવી વસ્તુ છે જે ક્યારેય પણ બદલાઈ શકે છે…ક્યારેક કોઈનું નસીબ જો જોર કરી જાય તો ખૂબ જ સારું પરિણામ મળી શકે અને જો સમય સારો ના હોય તો ખરાબ પરિણામ પણ મળી શકે..પરંતુ મધ્યપ્રદેશના આ યુવકની આટલા વર્ષોની કેટલીક મહેનત જોઈને આપણને લાગે કે નસીબે તેને 60 લાખના હીરા સાથે મેળાપ કરાવીને તેની જિંદગી સુધારી નાખી છે..ચાલો જાણીએ શુ છે આખી ઘટના
આકરી મહેનતનું પરિણામ:- આ સમગ્ર ઘટના Diamond City તરીકે જાણીતા એવા મધ્યપ્રદેશના પન્ના જિલ્લાની છે.પન્ના જિલ્લાના હેડક્વાર્ટરથી લગભગ 30 કિમીના અંતરે આવેલ ઝારકુઆ ગામના નિવાસી પ્રતાપ સિંહ યાદવ પરિવારની આજીવિકા માટે ખેતી અને મજૂરી કરતાં હતા.ત્યારબાદ તેઓ થોડા ઘણા સમય પહેલા ટલાક એમણે કૃષ્ણ કલ્યાણપુર પટ્ટીમાં ઉત્ખનન અને ખોદકામ અંગેની મંજૂરી લીધી હતી અને ત્યારબાદ તેઓ આ આકરા તડકા વચ્ચે નિષ્ઠાથી સખત મહેનત કરીને તેઓ હીરાની શોધખોળ કરતા હતા.પરંતુ નસીબે તેની મહેનત સફળ કરાવડાવી,અને એમને જે હીરો મળ્યો તે ચમકતા હીરા સાથે તેનું નસીબ પણ ચમકી ગયું હતું. બુધવારે તેઓ જે ખાણમાં કામ કરતા હતા તે ઉથલી ખાણમાંથી તેઓને 11.88 કેરેટનો ઉજ્જવલ જાતનો હીરો મળ્યો છે.આ અંગે પ્રતાપસિંહ જણાવે છે કે હવે તેઓની પરિવારની આર્થિક સ્થિતિમાં સુધરશે ઉપરાંત બાળકોને સારું શિક્ષણ મળશે અને તેઓ આ અંગે વધારે ઉત્તમ રોજગારીની તકો ઉભી કરવામાં તેઓ સહાય કરશે.
હીરાની શોધખોળ અને તેના પ્રકાર:- અમુક મળેલ માહિતી અનુસાર આ હીરા અંગે થોડી માહિતી જાણીએ તો સૌ પ્રથમ હીરાની શોધખોળમાં પહેલા ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી થયા બાદ હીરાના કાર્યાલયમાં એક 8 બાઈ 8 મીટરનો પટ્ટો ઈશ્યુ કરવામાં આવે છે. ત્યારબાદ હીરાના કોન્ટ્રેક્ટર પોતે અથવા ત્યાં કામ કરતા શ્રમિકોને હીરા શોધવાના કામે લગાડવામાં આવે છે. હીરા પટ્ટી ખાણમાં રહેલા સિદ્ધી લાલ સિપાહી એવું જણાવે છે કે”સૌ પ્રથમ માટીને ઝીણવટપૂર્વક કાઢવામાં આવે છે ત્યારબાદ તેમાં પથ્થરવાળી માટીને પાણીથી ધોવામાં આવે છે. ત્યારબાદ તેને સુકવવામાં અને ચાળવામાં આવે છે,અને ત્યારબાદ તેમાંથી હીરા મળી આવે છે જે એક કિસ્મતની વાત છે,આ મળતા હીરાઓમા મુખ્યત્વે ત્રણ પ્રકાર જોવા મળે છે.(1) ઉજ્જવલ/જેમ. (2)મેલો અને (3) મટઠો..સૌથી વધારે મૂલ્ય જેમ તથા ઉજ્જવલ ક્વોલિટીના હીરાનું હોય છે તેની પહેચાન જોઈએ તો તે સમગ્ર દૂધ જેવો સફેદ રંગનો હોય છે.ગુજરાતના સુરતના બજારમાં આ એક કેરેટની કિંમત લગભગ 8 લાખ રૂપિયા આંકવામાં આવે છે, જેની સાથે શુદ્ધતાનું પ્રમાણ જોવા મળે છે.પન્ના હીરા અંગે વાત કરીએ તો તેની પહેચાનમાં તેં બ્રાઉન તથા કાળા રંગમાં જોવા મળે છે.જોકે તે સંપૂર્ણપણે શુદ્ધ તો નથી હોતો.
શ્રમિક 50 લાખનો માલિક:- પરંતુ પન્ના જિલ્લામાં મળેલ હીરો ઉજ્જવલ જાતનો છે.એ જેટલા કેરેટનો મળ્યો છે તેની પરથી તેની અંદાજિત કિંમત રૂપિયા 60થી 70 લાખ આંકવામાં આવી રહી છે.જોકે હવે આ હીરાને હવે પછીની હરાજીમાં મૂકવામાં આવશે. ત્યારબાદ હરાજીમાં જે રકમ મળે તેમાંથી 12 ટકા વહીવટીતંત્રની રોયલ્ટી તથા 1 ટકા ટેક્સ કાપી બાકીની રકમ પ્રતાપ સિંહના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે. તેઓને ર આ હીરાની 60થી 70 લાખ કરતા જો વધુ હરાજી થાય તો તે સંજોગોમાં તેમને રૂપિયા 50 લાખ જેટલી કિંમત મળવાપાત્ર બની શકે છે.જોકે એક ખૂબ જ મોટી વાત કહી શકાય એમ છે.