મજૂરને 66 કરોડની આવકવેરાની નોટિસ મળી, 2017માં રંગ કરતી વખતે થઈ હતી આ ભૂલ…

દેશમાં રહેનાર દરેક લોકો આવકવેરો ભરતા હોય છે અને ઘણા લોકો કે જેમની આવક વધારે હોય અને આવક ના કાળા નાણા હોય તેઓ પોતાની આ આવક છૂપાવવા માટે અનેક નવી નવી તરકીબો કરતા હોય છે અને ઉચાવેરા ભરવા માંથી ભાગતા જોવા મળતા હોય છે. લોકો આવા પૈસા ને બેંકમાં રાખતા હોય છે જેથી આવકવેરા વિભાગ ની નજર માં આવી સકે નહિ અને આવા લોકો પોતાની અનેક જાતની તરકીબો અજમાવતા હોય છે જેથી તેમના નાણા બચી સકે. અને આવા નાણાં ને આવકવેરા વિભાગ થી બચાવતા હોય છે પરંતુ ઘણીવાર આવી તરકીબો થી નાના ગરીબ લોકો ને ભોગવવું પડતું હોય છે. હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં એક મજૂરી કરતા વ્યક્તી ને આવકવેરા વિભાગે ૬૬ કરોડ રૂપિયાનો વેરો ભરવા અંગે ની નોટીસ આપી છે.


રાજસ્થાન ના ભીલવાડા જિલ્લાના હુરડા ગામ ના ગોવિંદ ભીલ ના હોશ ઉડી જવા પામ્યા જ્યારે તેને આયકર વિભાગ તરફ થી ૬૬ કરોડ રૂપિયાનો ટેકસ જેમાં કરાવાની નોટીસ મળી હતી. ઇન્કટેક્સ વિભાગ તરફ થી મળેલી આ નોટીસ સોશીયલ મિડીયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. ગોવિંદ ભીલ કોઈ અમીર પૈસાવાળો વ્યક્તિ નથી પરંતુ તે એક સામાન્ય મજૂરી કામ કરતો વ્યક્તિ છે. જે રંગ કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરી રહો છે. તેના પરિવારમાં પત્ની અને બે દીકરીઓ છે. ઘરમાં આવક નો બીજો કોઈ વિકલ્પ જોવા મળ્યો નથી .માત્ર ગોવિંદભાઈ ના મહેનત થી જ પરિવાર ચલાવી રહ્યો છે.

ત્યારે આવા ૬૬ કરોડ રૂપિયાનો ટેકસ ચુકવવાની નોટીસ જોઈ ને તેના પરિવારમાં ચિંતાનો માહોલ ઉભો થયો છે. આવકવેરા વિભાગ અજમેર દ્વારા ગોવિંદ ભીલને કરોડો રૂપિયાની ટેક્સ નોટિસ મોકલવાનું કારણ જાણી શકાયું નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે વર્ષ 2017 માં રંગકામ કરતા મજૂર ગોવિંદભાઈ ભીલ દ્વારા કરવામાં આવેલી એક ભૂલને કારણે આ થયું હતું. વાસ્તવમાં, ગોવિંદભાઈ ભીલ પાસે ૨૦૧૭ માં હિન્દુસ્તાન ઝીંક લિમિટેડ માં નોકરી કરવાનો મોકો મળ્યો હતો.ત્યારે ગોવિંદભાઈ એ પાન કાર્ડ કઢાવી બેંકમાં ખાતું ખોલાવ્યું હતું. પરંતુ ખાતું ખોલાવ્યા પછી તેઓને હિન્દુસ્તાન ઝીંક લિમિટેડ માં કામ મળ્યું હતું નહિ. ગોવિંદભાઈ એ તે ખાતામાં કોઈ લેણ દેણ કરી નહોતી અને તે આ બેંક ને ભૂલી જ ગયા હતા .


પરંતુ ૬૬ કરોડ રૂપિયાની આવકવેરા વિભાગની નોટિસ જોઈ તેમના હોશ જ ઉડી ગયા હતા. ગોવિંદભાઈ કહે છે કે તેમના બેંક ખાતાનો કોણે અને કઈ રીતે ઉપયોગ કર્યો એ બાબતમાં મને કોઈ ખબર નથી. તમને જણાવી દઈએ આવકવેરા વિભાગ એ ITR દાખલ કરી ને આ વેરો ભરવાની અંત્તિમ તારીખ ૩૧ જુલાઈ ૨૦૨૨ નક્કી કરી છે. ૩૧ જુલાઈ સુધીમાં કરદાતા એ ગયા વર્ષ ૨૦૨૧-૨૨ અથવા આકારણી વર્ષ ૨૦૨૨-૨૩ માટે પોતાનું રિટર્ન ફાઈલ કરી સકે છે. આ અંતિમ તારીખ સુધીમાં આવકવેરો રિટર્ન દાખલ નહિ કરનાર ને આવકવેરા વિભાગ દ્વારા દંડ લગાડવામાં આવશે.


ગોવિંદભાઈ ભીલ જણાવે છે કે ૬૬ કરોડ રૂપિયાની આવકવેરા ની નોટીસ મળ્યા પછી હું અજમેર આવકવેરા વિભાગ ના કાર્યાલયમાં ૧૪ જુલાઇના રોજ હાજર થયો હતો. ત્યારે મને જાણવામાં આવ્યું કે તેના બેંક ના ખાતામાંથી ૬૬ કરોડ રૂપિયાની લેણદેણ કરવામાં આવી છે. તેણે આવકવેરા વિભાગ ના અધિકારીઓ ને જણાવ્યુ કે તેને આવી કોઈ પ્રકાર ની લેણદેણ કરી નથી. અને તે એવી સ્થિતિમાં જ નથી કે કોઈ ટેકસ કે તેના દંડ ની રકમ ભરી સકે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *