આ જગ્યા પર આવેલું છે સૌથી મોટુ વૃક્ષ! જો પાસે પણ ગયા તો મળે છે આવી સજા…

દરેક વૃક્ષો પોતાની અલગ અલગ ઉપયોગિતાને કારણે ઓળખતા હોય છે તો ઘણા વૃક્ષો એવા પણ હોય છે જે અન્ય વ્રુક્ષો કરતા અલગ દેખાય છે અને તેમાં અલગ જ ખાસિયત જોવા મળતી હોય છે.આવું એક વૃક્ષ હાલમાં સામે આવતું છે જે તેની ઉંચાઈના કારણે તે ચર્ચામાં જોવા મળે છે.હાઇપેરિયન વૃક્ષ કે જેને દુનિયાનું સૌથી ઊંચું જીવિત વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં આ વૃક્ષને દુનિયાના સૌથી ઊંચું વૃક્ષ તરીકેનું સન્માન આપવામાં આવ્યું છે.આ વૃક્ષ અંગે માહિતી મલતા જ આ ઉચા વૃક્ષને જોવાનું મન થાય એ સ્વાભાવિક બાબત છે.પરંતુ તમને જણાવી દઈએ કે આ વૃક્ષ ભારતમાં આવેલું નથી પરંતુ અમેરિકામાં આવેલું છે અને આ વૃક્ષની નજીક આવવા પર લોકોને પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

કેલિફોર્નિયાના રેડવૂડ નેશનલ પાર્કએ ગયા અઠવાડિયામાં જ એક એલાન કર્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે જો કોઈ પણ આ વૃક્ષની નજીક જોવા મળશે તો તેને છ મહિના ની જેલ અને ૫૦૦૦ ડોલર ( લગભગ ૪ લાખ રૂપિયા) નો દંડ કરવામાં આવશે.આ વૃક્ષ ખૂબ ઊંચું છે અને તે વૃક્ષને પાસે કોઈ પગથીયા નથી.પરંતુ હાલમાં આ વૃક્ષને ગંભીર પર્યાવરણીય અધોગતિનો સામનો કરવો પડ્યો છે.આ વૃક્ષની શોધ 2006માં એક કપલ દ્વારા કરવામાં આવી હતી.કોસ્ટ રેડવુડ ના આ વૃક્ષની લંબાઈ ૧૧૫.૯૨ મીટર( ૩૮૦ ફૂટ) છે. આ વૃક્ષનું નામ ગ્રિકની પ્રાચીન કથાઓમાંથી શોધવામાં આવ્યું છે. હાઇપરિયન ટાઇટન્સ માંથી એક હતો જે સૂર્ય દેવતા હેલીઓસ અને ચંદ્રમા દેવી સેલીનના પિતા હતા. હાઇપરિયન નો વ્યાસ ૪.૮૪ મીટર અતે કે ૩૧ ફૂટ હતો.

રાષ્ટ્રીય ઉદ્યાનની વેબસાઇડ માં એક બયાનમાં જણાવવામાં આવ્યું છે કે હાઇપરિયન ઘટાદાર વનસ્પતિઓના કારણે પગદંડીથી દુર છે.ત્યાં સુધી પહોંચવા માટે બહુ જ ઝાડીજાખરા માંથી પસાર થવું પડે છે અને ત્યારે કદાચ તે વૃક્ષ સુધી પહોંચી સકાય છે.સાથે જ જણાવવામાં આવ્યું છે કે આ કઠિન યાત્રા હોવા છતાં બ્લોગ્સ બનાવતા , અન્ય યાત્રા લેખકો અને આ ઓફ ટેલ ટ્રી ની વેબસાઇડ ના કારણે વધતી લોકપ્રિયતાને લીધે હાઇપરિયન ની આસપાસ ના રહેઠાણ તરફ વિનાશ ઉભો થઇ રહ્યો છે.

એક મુલાકાતી તરીકે તમારે હવે એ નક્કી કરવાનું છે કે તમે શું આ અદ્રિતીય વૃક્ષની જાણવણી,સરક્ષણ નો ભાગ બનશો કે તેના વિનાશનો ભાગ બનશો?આ પાર્કમાં પ્રાકૃતિક સંસાધન ના પ્રમુખ લિયોનેલ અર્ગુરલો એ સમાચાર સાઈડ સેન ફ્રાસિસ્કો ગેટને જણાવ્યું છે કે આ વિસ્તારમાં બહુ જ ઓછી સેલફોન અને gps સેવા જોવા મળે છે.જેનો અર્થ થાય છે કે જ્યારે કોઈ મુલાકાતી કે ખોવાયેલા ઘાયલ યાત્રિકોને શોધવા મુશ્કિલ થઈ જાય છે.

આ વૃક્ષના પાયામાં થતું ધોવાણ અને નુકસાનની ઉપરાંત, ત્યાં અન્ય સમસ્યાઓ પણ જોવા મળે છે. જે લોકોના આ પાર્ક માં આવતા ધસારાથી આવે છે. અહીયાં કચરો તો હતો જ અને લોકો બાથરૂમનો ઉપયોગ કરવા માટે દરેક બાજુના રસ્તાઓ બનાવી રહ્યા હતા.અને આમ આ પાર્ક ખરાબ થઈ રહ્યું હતું જે સારી બાબત નથી .અર્ગુએલોએ જણાવ્યું કે આ વિશાળ વૃક્ષો માટે માત્ર માનવીઓ જ જોખમી છે એવું નથી. કેલિફોર્નિયાના રાષ્ટ્રીય ઉદ્યાનોમાં જંગલમાં લાગવામાં આવતી અચાનક આગ પણ એક ચિંતાનો વિષય બની જાય છે.

 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.