રજુ શ્રીતવાસવે કહેલા અંતિમ શબ્દો હજી કાનમાં ગુંજી રહ્યા છે! કહ્યું હતું કે ‘એવું કામ કરો કે યમરાજ પણ…..

જેમ તમે બધા જાણોજ છો કે કાલે સવારે કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું નિધન થયું છે. તેઓ ઘણા દિવસથી એઈમ્સમાં વેન્ટિલેટર સિસ્ટમ પર હતા. નોંધનીય છે કે જિમમાં એક્સર્સાઈઝ કરતા સમયે તેમને હાર્ટ-એટેક આવ્યો હતો. રાજુ શ્રીવાસ્તવ છેલ્લા 40 દિવસથી વેન્ટિલેટર પર હતા. આમ તેમજ તેમની 10 વર્ષમાં ત્રણવાર એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. 10 વર્ષ પહેલાં મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં, સાત વર્ષ પહેલાં મુંબઈની લીલાવતી હોસ્પિચલમાં એન્જિયોપ્લાસ્ટી થઈ હતી. ત્યાર બાદ 10 ઓગસ્ટે ત્રીજીવાર એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. હાલ તેમનો એક વિડિઓ ખુબજ વાઇરલ થઈ રહ્યો છે.

વાત કરીએ તો રાજુએ આ વીડિયોમાં યમરાજ તથા મોતનો ઉલ્લેખ કર્યો છે. રાજુએ કહ્યું હતું કે એવું કામ કરો કે યમરાજ બોલે કે ભાઈ સાહેબ તમે ભેંસ પર બેસો અને તે ચાલતા આવે છે. રાજુનો આ વીડિયો હાર્ટ અટેક આવ્યો એના 17 દિવસ પહેલાનો છે. રાજુએ આ વીડિયોમાં કહ્યું હતું, ‘નમસ્કાર, કંઈ નહીં બસ બેઠાં છીએ. જીવનમાં એવું કામ કરો જો યમરાજ પણ તમને લેવા આવે તો કહે, ભાઈ સાહેબ ભેંસ પર બેસો, તમે ચાલો એ સારું નથી લાગતું. તમે સારા માણસ છો તો તમે બેસો.’

આ સાથે હાર્ટ અટેક આવ્યા પહેલાં રાજુ શ્રીવાસ્તવે ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ એક વીડિયો બનાવ્યો હતો અને તે વીડિયો 9 ઓગસ્ટના રોજ સો.મીડિયામાં શૅર કર્યો હતો. 10 ઓગસ્ટના રોજ રાજુને જિમમાં હાર્ટ અટેક આવ્યો હતો. ત્યારબાદ AIIMS હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. અહીંયા તબિયત લથડતા લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. જોકે, વચ્ચે રાજુની તબિયત સારી થઈ હોવાના સમાચાર આવ્યા હતા, પરંતુ તેમના મોતના સમાચારથી ચાહકો તથા સેલેબ્સને આંચકો લાગ્યો છે.

આમ તેમના જીવનની વાત કરીએ તો રાજુનો જન્મ 25 ડિસેમ્બર, 1963માં કાનપુરમાં થયો હતો. રાજુનું સાચું નામ સત્ય પ્રકાશ શ્રીવાસ્તવ હતું. પિતા રમેશચંદ્ર શ્રીવાસ્તવ સરકારી કર્મચારી હતી અને કવિતા લખતા હતા. રાજુએ 1993માં શિખા સાથે લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો દીકરી અંતરા તથા દીકરો આયુષ્માન છે.

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. TODAYGUJARAT.IN વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈ પણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ Todaygujarat.in કરતુ નથી જેની ખાસ નોંધ લેવી. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *