કોબરા સાંપની પુછડી આ નાના બાળકે પકડી પછી જે થયું એ જોઈ તમારા શ્વાસ અદ્ધર થઇ જશે
આજકાલ સોશિયલ મીડિયામાં ઘણા વિડીયો વાયરલ થઈ રહ્યા છે ત્યારે આજે કેટલાક વિડિયો જોઈને આપણને થાય કે આને ટેલેન્ટ કહેવું કે મૂર્ખતા..હમણાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો જેમાં એક બાળક સાપની પૂંછડી પકડી રમતા જોવા મળે છે..જોકે સાપ કેટલા ખતરનાક હોય છે તે આપણે જાણીએ જ છીએ અને તેના હુમલા અંગે આપણે સૌ પરિચિત છીએ છતાં આ બાળકનો એક ચોંકાવી દેનાર વિડીયો લોકો સમક્ષ આવ્યો છે.
હકીકતમાં વીડિયોમાં જોઈએ તો આ 5 ફૂટ લાંબો સાંપ અચાનક રોડ પર આવી જતો જોવા મળે છે ત્યારે એક બાળક એ સાંપની. પૂંછડી પકડી તેની સાથે ખૂબ જ ગમ્મત સાથે મસ્તી કરતો જોવા મળે છે,ત્યારબાદ એક બીજો છોકરો પણ ત્યાં પહોંચે છે અને તે પણ ગમ્મત કરવા લાગે છે , જ્યારે પેલાં બાળકના હાથમાંથી પૂંછડી છૂટી જાય છે ત્યારે તે તેને ફરીથી પકડવાનો પ્રયાસ કરતો જોવા મળૅ છે..
આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર rasal-viper ના નામના એકાઉન્ટથી લોકો સમક્ષ શેર કરવામાં આવ્યો છે..જોકે નસીબજોગે સાંપે બાળક પર હુમલો કરી કોઈ ઇજા પહોંચાડી નથી એ સારી બાબત ગની શકાય..જોકે આ વીડિયોમાં ત્યાં ઉભેલા દરેક લોકો અને પેલો કૂતરો પણ ડરી જાય છે પણ આ બાળક પોતાની નીડરતા સાબિત કરીને સાંપને એક રમકડાં રૂપે સમજી એની સાથે રમતો જણાય છે.
જોકે સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયુવેગે વાયરલ થતા જોવા મળ્યો છે જેમાં 1500 લોકોએ એને પસંદ કર્યો છે તો કેટલાક પ્રતિભાવ આપીને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે જો સાપ બાળકને કરડી જાય તો તે કેટલું ખતરનાક સાબિત થઈ શકે. જોકે આ અંગે તમારા લોકોનું શું માનવું છે એ એમને જરૂર જણાવશો…