સ્થાનિક હવામાન વિભાગ દ્વારા પવન સાથે વરસાદ થવાની આગાહી કરાઈ ! ગુજરાતની આ જગ્યા પર ૩ દિવસ વરસાદ થવાની આગાહી…

હાલ કેરળમાં ચોમાસું બેસી ગયુ છે અને ગુજરાતમાં પણ પ્રિમોન્સુન નાં વાદળા દેખાવા લાગ્યા છે જે ચોમાસાને ઈશારો કરે છે આવી કાળઝાળ ગરમીથી લોકો ખુબજ બફાઈ રહ્યા છે તેવામાં વરસાદ ને લગતા સારા સમાચાર સામા આવી રહ્યા છે હવામાન વિભાગે જણાવ્યું કે બુધવારથી ૩ દિવસ ગુજરાતમાં વરસાદ થવાની આગાહી છે. રાજ્યના દક્ષિણ ભાગ તથા સોંરાષ્ટ્રમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

તેમજ વધુમાં જણાવ્યું કે આ દરમિયાન ૩૦-૪૦ કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાશે. અગાઉ વહેલો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. જોકે કેરળ પહોચ્યા બાદ વરસાદ થંભી જતા વરસાદ માટે રાહ જોવાનો વારો આવ્યો છે. બીજી તરફ વરસાદના આગાહીકાર અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું રમઝટ બોલાવશે તેવી આગાહી કરી છે. તેમજ હવામાન વિભાગની સ્થાનિક વેબસાઈટ મુજબ રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સુરત,તાપી,વલસાડ,નવસારી,ડાંગ અને દાદરા અને નાગર હવેલીમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ સાથે ગજરાતના અમરેલી, ગીર સોમનાથમાં પણ વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે.

જ્યારે ઉત્તર ગુજરાત હવામાન સુકું રહેશે આમ બુધવાર થી શુક્રવાર એટલે કે તારીખ ૮ થી ૧૧ દરમિયાન ઉપર જણાવેલ સ્થળોએ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે અંબલાલ પટેલે વાત કરતા જણાવ્યું હતું કે “પશ્ચિમ પવનો વેહતા ગુજરાતમાં ૧૪-૧૫ જુને સારો વરસાદ થવાની શક્યતા છે. ૮ જુને પણ રાજ્યમાં વરસાદ રહેશે. જુલાઈમાં પણ સારો વરસાદ થશે. સાથે આ વર્ષે ચોમાસુ રમઝટ બોલાવશે તેવી પણ સંભાવના વ્યક્ત કરી છે.

જેથી જોઈએ તો આ વર્ષે ચોમાસું વહેલું આવવાની સંભાવના રહેલી છે તેમજ કેરળમાં ચોમાસાનો પ્રવેશ થયા પછી તે આગળ વધતું અટક્યું હતું. આમ ખાનગી હવામાનની આગાહી કરતી વેબસાઇટ વિન્ડીએ પણ ગુજરાતના સોંરાષ્ટ્ર તથા દક્ષિણ ભાગમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે મુંબઈ નાં પણ અમુક વિસ્તાર માં છુટો છવાયો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *