ગરીબોના મસીહા ખજુરભાઈની લવસ્ટોરી છે ખુબ જ દિલચસ્પ ! આવી રીતે મુલાકાત થઇ મીનાક્ષી દવે સાથે, ઘર બનાવા ગયા ત્યાં….
મિત્રો આજના સમયમાં ખજૂરભાઈ એટલે કે નીતિનભાઈ જાનીને કોણ નથી ઓળખતું જે તેના સરાહનીય કાર્યથી હંમેશા ચર્ચામાં રહેતા હોઈ છે. જયારે જ્યારે પણ કોઈ ગામડાનો કે શહેરના ગરીબ વ્યક્તિ વિષે ખજૂરભાઈ ને જાણ થતી હોઈ છે તો ત તરતજ તેમની મદદ આવી પહોંચતા હોઈ છે અને તેનાથી શક્ય તેટલી મદદ કરીને ગરીબ જરૂરિયાત પુરી કરતા હોઈ છે. જો ખજુરભાઈ વિષે વાત કરવામાં આવે તો તેમની હાલમાંજ મીનક્ષી દવે નામની યુવતી સાથે સગાઇ કરી છે. ત્યારે ઘણા લોકો ના મનમાં સવાલ હશે કે, નીતિન જાનીની મીનાક્ષી સાથે કોઇ લવસ્ટોરી હશે કે નહીં…? તે બન્ને કેવી રીતે મળ્યા હશે તેમજ બંને એક બીજાને યારથી જાણે છે ? આ બધાજ સવાલોનો ઉકેલ આજે તમને જણાવીશું.
જો સૌથી પહેલા નીતિભાઈ જાનીની વાત કરવામાં આવે તો તેઓએ બીસીએ બાદ પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યા બાદ આઇટી ફિલ્ડમાં નોકરી કરી હતી. તો પણ આ 70 હજાર વળી તેમણે 70 હજાર આલી નોકરી મૂકીને ફિલ્મ જગતમાં ક્રાઉડ મેન્જમેન્ટ, પ્રોડયુકશન, અને ધીમે ધીમે હાલ હવે તેઓ પોતાની યુટ્યુબ ચેનલ ચાલવી રહયા છે જેમાં તે પોતે ખજૂરભાઈ તરીકે ખુબજ ફેમસ બની ગયા છે. તેમજ આ સાથે જો તેમની ભાવિ પત્ની મીનાક્ષી દવેની વાત કરવામાં આવે તો તેઓ અમરેલી જિલ્લાના ડોલતી ગામના વતની છે.
તેમના પરિવારમાં તેમના પિતા સિંચાઈ ખાતામાં નોકરી કરે છે જ્યારે તેમની માતા હાઉસવાઈફ છે. મીનાક્ષીના અભ્યાસની વાત કરવામાં આવે તો તેઓએ ફાર્મસીમાં બેચલર કરેલું છે તેમજ તો નાનપણીથીજ હોસ્ટેલ રહેલા છે આ સાથે હાલમાં તેઓ તેનો અભ્યાસ પૂર્ણ ક્રીં અમદાવાદમાં નોકરી કરી રહયા છે. હવે તમને મુદ્દાની વાત કરીએ તો આ બન્ને કઈ રીતે સંપર્કમાં આવ્યા તો બન્યું એવું કે, નીતિભાઈ જાણી એક વખત સાવરકુંડલાના દોલતી ગામે સેવાકાર્યના અર્થે ગયા હતા. દર વખતેની જેમ ભગવાન બનીને આવેલ નીતિભાઈ જાનીએ અંધ વૃદ્ધ મહિલાને તેનું ઘર બનાવી આપ્યું હતું. અને આ સમય દરમિયાન ત્યાં ખજુરભાઈના ચાહકોની ખુબજ ભીડ જોવા મળી હતી.
સમગ્ર ગામના લોકો કહયજુરભાઈ સાથે ફોટો પડાવવા લાગ્યા હતા. અને તેમાનાજ એક મીનાક્ષી દવે પણ હતા. પરંતુ તે સમયે કઈ નો હતું. આમ જે બાદમા થોડો સમય પસાર થયો અને ખાંભા નજીક હનુમાનગઢમાં આવેલા હનુમાજીના મંદિરે નીતિન જાનીનો પરિવાર આવ્યો હતો અને ત્યાં જ મીનાક્ષી દવેનો પરિવાર પણ હતો. તે દરમિયાન બન્નેનો પરિવાર એકબીજાને મળ્યો અને નંબરની આપલે થઇ હતી. તે જ સમયે નીતિન જાનીના મમ્મીને મીનાક્ષીનો સ્વભાવ ખૂબ જ ગમી ગયો હતો. ધીમે ધીમે બન્ને પરિવાર વચ્ચે વાતો શરૂ થઇ. થોડા સમય પછી નીતિન જાનીના મમ્મીએ મીનાક્ષીના ઘરે માગું નાંખ્યું અને આ વાત સાંભળી મીનાક્ષી ખૂબ ખુશ થઇ હતી. મીનાક્ષીએ એકપણ ક્ષણનો વિચાર કર્યા વિના જ સંબંધ માટે હા પાડી હતી. આમ ત્યારે મીનાક્ષીને સપનામાં પણ ખ્યાલ ન હતો કે, નીતિન તેમના લાઇફ પાર્ટનર બનશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.