અંકલેશ્વર બ્રિજ પરથી પ્રેમિકાની સામે જ પ્રેમીએ નદીમાં લગાવી મોતની છલાંગ! જે બાદ પ્રેમિકાએ… જાણો વિગતે

હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં બ્રિજ પર પ્રેમી-પ્રેમિકા મોતની છલાંગ લગાવવા પહોંચ્યાં જે બાદ યુવકે નદીમાં કૂદકો મારતાં જ પ્રેમિકાએ બચાવો બચાવોની બૂમો પાડી અને, આવો તમને પુરી ઘટના વિગતે જણાવીએ.

આ આપઘાતની ઘટના અંકલેશ્વર પાસેથી સામે આવી રહી છે જેમાં તમને જણાવીએ તો કોસમડી ગામમાં 24 વર્ષીય યુવક પુષ્પરાજ પ્રજાપતિ રહેતો હતો. પુષ્પરાજને બે મહિના પહેલાં જ MPની એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો, જેથી એ યુવતી તેનાં માતા-પિતાને છોડીને પુષ્પરાજ સાથે અંકલેશ્વરના કોસમડી ગામમાં તેની સહમતીથી રહેવા આવી ગઈ હતી. જોકે બંને કોઈ અણગમ્ય કારણસર ગતરાત્રિના નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવવા પહોંચ્યાં હતાં. આ સમય દરમિયાન પ્રેમી પુષ્પરાજે તેની પ્રેમિકાની સામે જ નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી હતી.

જે બાદ પ્રેમીને નદીમાં ડૂબતા જોઈ ગભરાઈ ગયેલી યુવતીએ જોર જોરથી બચાવો બચાવોની બૂમો પાડવા લાગી હતી. યુવતીનું જોરજોરથી અવાજ સાંભળી આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા લોકો એકત્ર થઈ ગયા હતા. ઘટનાસ્થળે આવી પહોંચેલા સ્થાનિકોએ બનાવ અંગેની જાણ અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં કરતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવી હતી. પોલીસે તપાસ હાથ ધરી યુવતી પાસેથી ઘટના અંગેની માહિતી સંભાળી પોલીસ મથકે મોકલી આપી હતી. ત્યાર બાદ પોલીસે સામાજિક કાર્યકર્તા ધર્મેશ સોલંકીને બોલાવી યુવકને શોધવાની કવાયાત હાથ ધરી હતી.

તેમજ તમને વધુમાં ઉલ્લેખનીય વાત જણાવીએ તો આ પહેલા પણ નર્મદા મૈયા બ્રિજ પરથી નર્મદા નદીમાં એક યુવતીએ અગમ્ય કારણસર મોતની છલાંગ લગાવી હતી. જોકે નર્મદા નદીમાં ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે આ યુવતી વહેતા પાણીમાં તણાવા લાગી હતી. આ સમયે ત્યાં હાજર નાવિકોએ તાત્કાલિક તેને તણાતી બચાવી લઈને બહાર કાઢીને 108 મારફત સારવાર કરવા હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યારે અન્ય એક કિસ્સામાં ઝગડિયા તાલુકાના ઉમલ્લા ગામના 55 વર્ષીય ઈસમ ઘરેથી ગુસ્સામાં નીકળ્યા બાદ એક્ટિવા મૂકીને સરદાર બ્રિજ પરથી નર્મદામાં ઝંપલાવ્યું હતું, જેમનો મોડી સાંજે પરત ના ફરતાં અંતે પરિવાર શોધખોળ કરતાં નર્મદા નદીમાંથી તેમનો મૃતદેહ મળ્યો હતો.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. TODAYGUJARAT.IN વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈ પણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ Todaygujarat.in કરતુ નથી જેની ખાસ નોંધ લેવી. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.