શખ્સે એવી જગ્યાએ કસરત કરી કે જોઈને કોઈ પણનો જીવ ઉચ્ચે ચડી જશે! જુઓ આ દંગ કરી દેતો વિડીયો
મિત્રો સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક એવા વિડીયો વાયરલ થતા જ રહે છે જેને જોઈને ક્યારેક આપણે દંગ રહી જતા હોઈએ છીએ તો ક્યારેક હસી પડતા હોય છે. એવામાં હાલના સમયમાં લોકો ઇનસ્ટાગ્રામ જેવા અનેક સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે કોઈ પણ હદ વટાવી જતા હોય છે. આ લેખના માધ્યમથી અમે એક એવો જ વિડીયો બતાવા જઈ રહ્યા છીએ જેને જોઈને તમે પણ દંગ રહી જશો.
રોજ કસરત કરવી તે આપણા શરીર માટે સારી માનવામાં આવે છે, એટલું જ નહી ડોક્ટર પણ આવી કસરત કરવાની સલાહ આપતા હોય છે, પણ અમુક લોકોને આ વાત ખુબ જ સમય બગાડું લાગતી હોય છે. પણ એવામાં હાલ આ વિડીયો સામે આવ્યો છે જેમાં એક શખ્સે એવી જગ્યાએ ચડીને કસરત કરી કે જોનાર સૌ કોઈની આંખો ખુલ્લીની ખુલ્લી રહી ગઈ છે અને લોકો ભારે આશ્ચર્યમાં પડી ગયા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વિડીયો જોઈને લોકો ભારે આશ્ચર્યમાં મુકાયા છે. તમે જોયું જ હશે કે હાયવે પર અને રસ્તા પર અમુક સ્થળનો રસ્તો બતાવા માટે એવા બોર્ડ લગાડવામાં આવે છે જે આપણને રસ્તો બતાવી રહેલા હોય છે, હવે વાયરલ થઈ રહેલા આ જ વિડીયોમાં આ શખ્સ તે બોર્ડ પર ચડીને કસરત કરવા લાગે છે.
આ જોઈને લોકો દંગ રહી ગયા છે કારણ કે સૌ કોઈને ખબર છે કે જો આ શખ્સનો હાથ છુટશે તો તેનો શું હાલ થશે, લોકો આ વ્યક્તિને સંકી માની રહ્યા છે, એટલું જ નહી એમ પણ પ્રશ્ન વ્યક્ત કરી રહ્યા છે કે આ શખ્સ ત્યાં સુધી ચડ્યો કેવી રીતે હશે? આવી અનેક મંશા યુઝરો દ્વારા રજુ કરવામાં આવી હતી.
View this post on Instagram
આ વાયરલ થઈ રહેલો વિડીયો ઇનસ્ટાગ્રામ પર royalcarz નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો જેને ૯ લાખથી પણ વધારે લાઈક આવી ચુકી હતી અને જયારે હજારોની સંખ્યામાં લાઈક પણ આવી હતી, એટલું જ નહી લોકો આ વિડીયો જોઈને પોતાની અલગ અલગ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે, જેમાં એક યુઝર જણાવે છે કે ‘આને બીજી કોઈ જગ્યા નોતી મળી કસરત માટે’ જયારે બીજા યુઝરે જણાવ્યું હતું કે ‘બાકી બધું તો ઠીક છે પણ આ શખ્સ ત્યાં સુધી પોહચ્યો કેવી રીતે?’ આવી અનેક પ્રતિક્રિયા આપવામાં આવી હતી.