એક જ ઘરમાંથી ઉઠી બે ભાઈની અર્થી! જાણો એવું તો શું થયું ??

મિત્રો વાત કરીએ તો આ દુનિયામાં કોઈપણ વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માતમાં કે હત્યાને લઇ વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક ખુબજ દર્દનાક મૃત્યુનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં બે સગા ભાઈઓને વિજકરંટ લાગતા તેમનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું છે. આવો તમને આ ગગંભીર અકસ્માત વિગતે જણાવીએ.

વાત કરીએ તો આ ગંભીર અકસ્માત માળિયા હાટીના પંથકના ખેરા ગામમાંથી સામે આવી રહ્યો છે જ્યાં એક યુવાન મોટર ચાલુ કરવા જતો હતો ત્યારે વીજકરંટ લાગ્યો હતો અને એ સમયે તેમનો પિતરાઈ ભાઈ બચાવવા જતા તેમને પણ કરંટ લાગ્યો હતો અને બંન્નેનાં મોત થયા હતા.આ બનાવને લઈ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ અંગેની મળતી વિગત મુજબ, માળિયા તાલુકાના ખેરા ગામે રહેતો નિલેશ કાનાભાઈ ચુડાસમા વાડીએ મોટર ચાલુ કરવા માટે ગયો હતો ત્યારે નિલેશને વીજકરંટ લાગ્યો હતો.

આમ પિતરાઈ ભાઈ રાજેશ દેવશી ચુડાસમા તેમને બચાવવા માટે ગયો હતો. અને ભાઈને પણ વીજકરંટ લાગતાં બંન્નેને ચોરવાડ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા જોકે ફરજ પરના તબીબે તપાસ બાદ મૃત જાહેર કર્યા હતા. બંન્ને યુવાનનાં મોતથી પરિવારજનોમાં ગમગીની વ્યાપી ગઈ હતી.બે દિવસ પહેલાં પણ ચોરવાડમાં વીજકરંટથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

તો મિત્રો આ ઘટના બાદ હવે તમે પણ ચેતી જજો જ્યારે પણ કોઈ ઇલેકટ્રીક વસ્તુનો વપરાશ કે તેને રીપેર કરો ત્યારે ખુબજ ચેતવણી પૂર્વક કામ કરવું અને જો જો કોઈ સૉર્ટસર્કિટ થાય તો લોખંડ જેવી વસ્તુ કે આપડે પોતે અડવું નહિ પણ તેની જગ્યાએ આપણે લાકડાની વસ્તુનો ઉપયોગ કરવો જેથી કરી મોટી જાનહાની થવાથી બચી શકાઈ અને મોટી અકસ્માતની દુર્ઘટનાઓ ટળે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.