મહેસાણાના વેપારીનું થયું કરુંણ મોત ! એવું પ્રાણી કાળ બન્યું કે તમે વિચારી પણ નહિ શકો…ઘરે પરત…
મિત્રો આ દુનિયામા ક્યાં વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતી હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માત તો વળી ઘણી વખત કોઈ હત્યાના કિસ્સામાં વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત થતું હોય છે. તેવામાં હાલ એક ખુબજ હચમચાવી દેતો મોતનો કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં એક વેપારીનું મોત નીપજ્યું છે. આવો તમને ધ્રુજાવી દેતી ઘટના વિગતે જણાવીએ.
તમને જણાવીએ તો મોતની આ ઘટના પાછળ રખડતા ઢોરનું કારણ સાબિત થાય છે આ ઘટનાની મળતી વિગત મુજબ મહેસાણાના ટીબી રોડ પર આવેલી અર્બુદા સોસાયટીમાં રહેતા વેપારી ધર્મેન્દ્રકુમાર અરવિંદભાઈ શાહ (51) શનિવારે સાંજે બાઇક લઇ વિસનગરથી મહેસાણા પાછા ફરી રહ્યા હતા. આ દરમિયાન દેલા ગામ પાસે ગાયની સાથે અકસ્માત નડતા તેઓ જમીન પર પટકાયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ સોમવારે સારવાર દરમિયાન તેમનું મોત થતાં પરિવારજનોએ પર આભ તૂટી પડ્યું છે. સ્થાનિક પોલીસ દ્વારા આકસ્મિક મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે
આમ ચેલા ગણા સમયથી રખડતા પશુઓના કારણે સામાન્ય નાગરિકોને ઊભી થતી હાલાકી નિવારવા માટે હાઈકોર્ટે આદેશ આપ્યા બાદ પણ અનેક વિસ્તારોમાં વહીવટી તંત્રની આળસ દૂર થઈ ન હોય તેવું જોવા મળી રહ્યું છે. તો વળી ગયા અઠવાડિયે ગાંધીનગરના દહેગામમાં રખડતા એક પશુની અડફેટે મહિલાનું મોત નીપજ્યું હતું.
પરિવારજનોએ પશુના માલિક અને પાલિકાના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી હાથ ધરવાની માગણી કરી હતી. અધિકારીઓએ જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરતાં પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. આમ જે બાદ પશુ ના માલિક નાગરપાલિકાના અધિકારીઓ સામે ગુનો દાખલ કરવાની ફરજ પડી હતી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો