હવામાન વિભાગે કરી વરસાદની મોટી આગાહી આગામી 5 દિવસોમાઁ ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ભારે થી અતિભારે વરસાદ… જાણો વિગતે
રાજ્યમાં હાલ ચોમસું બેસું ગયું છે અને ઘણા રાજ્યોમાં વરસાદ ખુબજ વરસી રહ્યો છે. તેવામાં કાળઝાળ ગરમી થી ત્રાસી ગયેલા લોકો ને રાહત મળી છે. તેમજ ખેડૂતોના ચહેરા પણ ખુશીથી ખીલી ઉઠ્યા છે. અને તેવાંમાં હાલ હવામાન વિભાગે વરસાદને લઇ હૈયા ને ટાઢક લાગે તેવી અગાહી કરી છે.
હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે અને હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમાં મોહન્તિએ જણાવ્યું છે કે, આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. તેમજ વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ રહેશે. 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની અગાહીના પગલે તંત્ર સજ્જ બન્યું છે. તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. દ્વારકા, પોરબંદર, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
તેમજ કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષે 4 જુલાઈ સુધીમાં અંદાજિત ૩૦,૨૦,૬૧૬ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. તથા ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન ૪૦,૫૩,૯૮૨ હેક્ટર વાવેતર થયું હતું. આ સાથે સિંચાઇ વિભાગના જણાવ્યા અનુંસાર, સરદાર સરોવર જળાશયમાં ૧,૪૪,૦૭૦ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશકિતના ૪૩.૧૨% છે. રાજ્યનાં ૨૦૬ જળાશયોમાં ૧,૮૭,૬૨૯ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશકિતના ૩૩.૬૧% છે. હાલમાં રાજ્યમાં એક જળાશય હાઇ એલર્ટ પર તેમજ એક જળાશય વોર્નિંગ પર છે.
ચર્ચા દરમિયાન રાહત કમિશનરે NDRF અને SDRFની ટીમોને ડીપ્લોય કરવા માટે રાજ્યમાં આગામી વરસાદની આગાહીને ધ્યાને લઈ કચ્છ જિલ્લામાં એક NDRFની ટીમ ડીપ્લોય કરવા સૂચના આપી હતી. આ અગાઉ ગીર સોમનાથ, નવસારી, બનાસકાંઠા, વલસાડ, સુરત અને ભાવનગરમાં એક તથા રાજકોટમાં બે એમ કચ્છ સહિત કુલ ૦૯ NDRFની ટીમો તથા પોરબંદર જિલ્લા ખાતે SDRFની એક ટીમ ડીપ્લોય કરવામાં આવેલ છે. તેમજ ઉર્જા, માર્ગ અને મકાન, GSRTC, સી.ડબલ્યુ.સી, ઇસરો, કોસ્ટ ગાર્ડ, પંચાયત વિભાગ, ફિશરીઝ, પશુપાલન, ફોરેસ્ટ, GMB, GSDMA સહિતના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.