હવામાન વિભાગે કરી મોટી આગાહી અગામી દિવસોમાં ગુજરાતના આ જિલ્લાઓમાં થશે ભારે વરસાદ…

છેલ્લા ઘણા દિવસો થી ગુજરાતમાં ઘણા જીલ્લાઓમાં સતત છુટ્ટો છવાયો વરસાદ ચાલી રહ્યો છે. આ વર્ષે જોઈએ તો ચોમાસું તેના સમય પહેલાજ આગમન થઇ ચુક્યું છે અને ખુબજ મેહ વરસાવી રહ્યું છે. તેવામાં  હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજય અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી આપવામા આવી છે. આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ રહેશ. ખાસકરીને ૨૯,૩૦, અને ૧ જુલાઈનાં રોજ છુટ્ટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે.

આમ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલથી વધશે ચોમાસાનું જોર. અને ગુજરાતના ઘણા જીલ્લાઓમાં પડી શકે છે વરસાદ તેમજ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ વાત કરીએ તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં મુશળધાર વરસાદની આગાહી છે. આ સાથે સુરત, વલસાડ અને નવસારીમાં પમ ધોધમાર વરસાદની આગાહી છે.

આમ અન્ય જિલ્લાઓની વાત કરીએ તો કચ્છ, દાહોદ, મહીસાગર, અને છોટા ઉદેપુર જીલ્લામાં પણ ભારે વરસાદની આગાહી છે. આમ વધુ માં એ પણ જણાવ્યું કે વરસાદની સાથે પ્રતિ કલાક ૪૦ કિમી ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

આમ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અગામી બે દિવસ સુધીમાં વરસાદી સીસ્ટમ સક્રિય થશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી ઓછી છે. તેમજ રથયાત્રાનાં દિવસે પણ સામાન્ય વરસાદ રેશે તેવી સંભાવના છે અને તે દિવસે પવનની ગતિ પણ સામાન્ય હશે

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *