હવામાન વિભાગે કરી મોટી આગાહી જેમાં ગુજરાતના આ જીલ્લાઓમાં આગામી ૫ દિવસોમાં પડશે વરસાદ…

હાલ ગુજરાતમાં પ્રીમોનસુન શરુ થઇ ગઈ છે ગુજરાતમાં હાલ અનેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે અને લોકો ને ગરમી થી રાહત મળતી જણાઈ છે તેમજ ગામે ગામ નાં ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ૧૫ જુનથી ચોમાસું બેસી જશે અને પ્રીમોનસુનને લગતી એક્ટીવીટી શરુ થશે. પરંતુ તે પહેલાજ ચોમાસાનું આગમન થઈ ચુક્યું છે અને ઘણા જીલ્લાઓમાં વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસી રહ્યો છે.

આગામી ૫ દિવસ સુધી ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગના અનુસાર આજે અમદાવાદ સહીત આણંદ, વડોદરા, રાજકોટ, ભાવનગર અને અમરેલીમાં વરસશે વરસાદ. ૧૦ જુન એટલે કે આજના દિવસે અમદાવાદ, આણંદ, ખેડા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણમાં વરસશે વરસાદ.

તારીખ ૧૧ જુન ખેડા,વલસાડ, તાપી, સુરત, નવસારી, ગાંધીનગર, અને ડાંગમાં વરસશે વરસાદ તેમજ સોંરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદ વરસશે. ૧૨મી જુનની વાત કરીએ તો સોંરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર, સોમનાથ, બોટાદ, અને દીવમાં પડશે, ત્યારબાદ દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે વરસાદ સાથે પવન ૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે જશે, અને જ્યારે જ્યાં વરસાદની સંભાવના છે ત્યાં ૪ ડીગ્રી નો તાપમાન માં ઘટાડો થશે અને લોકો ને ગરમી થી રાહત મળતી દેખાશે.

તેમજ વાત કર્યે તો અમરેલીમાં પણ ખુબજ વરસાદ વરસ્યો છે સાવરકુંડલા અને લીલીયા તાલુકાના ગામડાઓમાં આંજે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો, લીલીયા અનમે હડીડા ના આજુબાજુના ગામમાં ખુબજ વરસાદ પડવાથી શેરીઓમાં પાણી ભરાયા છે. આમ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.