હવામાન વિભાગે કરી મોટી આગાહી આગામી ત્રીજી જુલાઈ સુધી ગુજરાતના આ રાજ્યોમાં પડી શકે છે ભારે વરસાદ…જાણો વિગતે

છેલ્લા ઘણા દિવસો થી ગુજરાતમાં ઘણા જીલ્લાઓમાં સતત છુટ્ટો છવાયો વરસાદ ચાલી રહ્યો છે. આ વર્ષે જોઈએ તો ચોમાસું તેના સમય પહેલાજ આગમન થઇ ચુક્યું છે અને ખુબજ મેહ વરસાવી રહ્યું છે. તેવામાં  હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજય અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી આપવામા આવી છે. આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ રહેશ. ખાસકરીને ૨૯,૩૦, અને ૧ જુલાઈનાં રોજ છુટ્ટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે.

આમ હવામાન વિભાગે લોકોને રાહત આપતા સમાચાર આપ્યા છે. આજે (29 જૂન) હવામાન વિભાગે આગાહી કરી છે કે 29 જૂનથી ત્રીજી જુલાઈ સુધી રાજ્યમાં વરસાદ રહેશે. તેમજ અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર મનોરમા મોહંતી (Dr. Manorama Mohanty)એ જણાવ્યું હતું કે, “રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ રહેશે. ખાસ કરીને 29, 30, અને 1 જુલાઈના રોજ છૂટો-છવાયો વરસાદ પડવાની સંભાવના છે. 29 અને 30 જૂનના રોજ સૌરાષ્ટ્ર કચ્છમાં પણ અમુક જગ્યાએ વરસાદ પડશે. આ વિસ્તારોમાં પહેલી જુલાઈથી વરસાદ વધવાની સંભાવના. ગુજરાત રિઝનમાં ચોથા અને પાંચમા દિવસે એટલે કે બીજી અને ત્રીજી જુલાઈના રોજ વરસાદ વધવાની સંભાવના રહેલી છે. ગુજરાત રિઝનમાં 30 જૂનથી ત્રીજી જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના છે.”

દક્ષિણ ગુજરાત વિસ્તારોમાં ચોથા અને પાંચમાં દિવસે ભારે વરસાદ રહેશે. તેમજ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, દમણ, દાદરા નગર હવેલીમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

આમ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અગામી બે દિવસ સુધીમાં વરસાદી સીસ્ટમ સક્રિય થશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી ઓછી છે. તેમજ રથયાત્રાનાં દિવસે પણ સામાન્ય વરસાદ રેશે તેવી સંભાવના છે અને તે દિવસે પવનની ગતિ પણ સામાન્ય હશે

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *