હવામાન વિભાગે કરી મોટી આગાહી આગામી 4 દિવસોમાં ગુજરાતના આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ…
રાજ્યમાં હાલ ચોમસું બેસું ગયું છે અને ઘણા રાજ્યોમાં વરસાદ ખુબજ વરસી રહ્યો છે. તેવામાં કાળઝાળ ગરમી થી ત્રાસી ગયેલા લોકો ને રાહત મળી છે. તેમજ ખેડૂતોના ચહેરા પણ ખુશીથી ખીલી ઉઠ્યા છે. અને તેવાંમાં હાલ હવામાન વિભાગે વરસાદને લઇ હૈયા ને ટાઢક લાગે તેવી અગાહી કરી છે.ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગીર-સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા જિલ્લો વરસાદને કારણે જળ બંબાકાર થઈ ગયો છે.
હાલ ભારે વરસાદને લીધે રોડ રસ્તાની હાલત દયનીય છે. ડેમ પણ ભયજનક સપાટી પર પહોંચી ગયા છે. ત્યારે રાજ્ય માટે આગામી બે દિવસ ભારે છે. આગામી બે દિવસમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પંજાબથી NDRFની 5 ટીમો આવી પહોંચી છે, એરફોર્સના કાર્ગો પ્લેનમાં બચાવ કામગીરીના સાધનો વડોદરા એરપોર્ટ પર લવાયા છે. આજે છેલ્લા છ કલાકમાં રાજ્યના 97 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ કચ્છમાં 5.48 ઈંચ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગે અમદાવાદમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે આગામી 24 કલાકમાં 14 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ અને વડોદરામાં ધોધમાર વરસાદ ખાબકશે.અમદાવાદમાં વરસાદ શરૂ થયો છે.ભરૂચ, છોટાઉદેપુર,નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહીથી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે,જ્યારે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.
હવામાન વિભાગે 12મી જુલાઈના સવારે 8.30 વાગ્યાથી 13મી જુલાઈના સવારે 8.30 વાગ્યાની એટલે કે 24 કલાકની વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. આ દરમિયાન 14 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે. જ્યારે અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ બીજી તરફ, માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હજુ 4 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી તો યથાવત્ છે. વલસાડમાં સતત 3 દિવસ વરસાદનું રેડ એલર્ટ છે. નવસારી અને ડાંગમાં 2 દિવસ રેડ એલર્ટ અને 2 દિવસ ઓરેન્જ એલર્ટ છે, સાથે જ સુરત, તાપી સહિતના જિલ્લામાં પણ અતિભારે વરસાદની પણ આગાહી છે. મધ્ય ગુજરાતમાં નર્મદા, ભરૂચ, છોટાઉદેપુરમાં પણ મેઘરાજા તાંડવ મચાવશે. સ્થાનિક તંત્ર અને સરકાર પૂર પ્રભાવિત વિસ્તારોમાં સતત સ્થિતિ પર નજર રાખીને રાહત અને બચાવકાર્ય કરી રહ્યું છે.
તેમજ છેલ્લા 24 કલાકમાં 7 લોકો વરસાદી તારાજીને લીધે મરણ પામ્યા છે. જો નુકસાનની વાત કરીએ તો રાજ્ય સરકારના આંકડા મુજબ વરસાદથી 18 મકાનને સંપૂર્ણ નુકસાન પહોંચ્યું છે. 24 કલાકમાં 11 ઝૂંપડાં પણ બરબાદ થઈ ગયાં છે. અત્યારસુધી કુલ 272 પશુનાં વરસાદથી મૃત્યુ થયાં છે તેમજ વીજળી પડવાથી કુલ 33 લોકો, દીવાલ પડવાથી 8 લોકો, પાણીમાં ડૂબવાથી 16, ઝાડ પડવાથી 5 લોકોનાં મૃત્યુ તેમજ વીજપોલ પડી જતાં એક નાગરિકે જીવ ગુમાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 508 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે, જેમાંથી 468 નાગરિક ઘરે પરત ફર્યા છે.