હવામાન વિભાગે કરી મોટી આગાહી ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિ ભારે વરસાદ… ખાસ કરીને અમદાવાદમાં આગામી…

રાજ્યમાં હાલ ચોમસું બેસું ગયું છે અને ઘણા રાજ્યોમાં વરસાદ ખુબજ વરસી રહ્યો છે. તેવામાં કાળઝાળ ગરમી થી ત્રાસી ગયેલા લોકો ને રાહત મળી છે. તેમજ ખેડૂતોના ચહેરા પણ ખુશીથી ખીલી ઉઠ્યા છે. અને તેવાંમાં હાલ હવામાન વિભાગે વરસાદને લઇ હૈયા ને ટાઢક લાગે તેવી અગાહી કરી છે.ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગીર-સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા જિલ્લો વરસાદને કારણે જળ બંબાકાર થઈ ગયો છે.

આગહીમાઁ સૌરાષ્ટ્ર-કચ્છમાં કચ્છ, જામનગર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે. 9 અને 10 તારીખના રોજ વરસાદ રહેશે પરંતુ અત્યંત ભારે વરસાદની આગાહી નથી. રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદને લઈને હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ મોટાભાગના સ્થળો પર મધ્યમથી ભારે વરસાદ રહેશે. અમુક જગ્યાએ ભારે અને અમુક જગ્યાએ અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે. આજે 8મી જુલાઈના રોજ વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. અમુક જગ્યાએ અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં પણ સામાન્યથી ભારે વરસાદની આગાહી છે.

તેમજ 11મી અને 12મી જુલાઈના રોજ અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 12મી તારીખે અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં લૉ પ્રેશર બનવાની સંભાવના છે. જેના પગલે ગુજરાતમાં ખૂબ સારો વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન અત્યંત ભારે વરસાદ પણ પડી શકે છે. અમદાવાદ શહેર અને ગાંધીનગરમાં પણ આજે (8 જુલાઈ) મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ખેડા, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદમાં પણ સારો વરસાદ પડશે.

શુક્રવારે સવારે છ વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન વરસાદના આંકડા તપાસીએ તો 24 કલાકમાં સૌથી વધુ વરસાદ રાજકોટના જામકંડોરણામાં નોંધાયો છે. જામકંડોરણામાં 24 કલાકમાં 8.2 ઈંચ વરસાદ પડ્યો છે. બીજી તરફ કપરાડામાં 8 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 6 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના 6 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના 25 તાલુકામાં ચાર ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના 90 તાલુકા એવા છે જ્યાં 1 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે.

ગુજરાતીના લોકો માટે આનંદના સમાચાર છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ની સપાટીમાં વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની આવકને પગલે ડેમની સપાટીમાં વધારો થયો છે. હાલ ડેમમાં ઉપરવાસમાંથી 8,558 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આ સાથે જ ડેમની સપટી 114.38 મીટર પર પહોંચી છે. હાલ વરસાદની સિઝન જામી છે ત્યારે ડેમની સપાટીમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. હાલ ડેમમાંથી 8409 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત CHPH ના બે પાવર હાઉસ ચાલુ કરાયા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *