હવામાન વિભાગે કરી મોટી આગહી આગામી 5 દિવસોમાં ગુજરાતના આ વિસ્તારમાઁ પડશે ભારે થી અતિભારે વરસાદ…

રાજ્યમાં હાલ ચોમસું બેસું ગયું છે અને ઘણા રાજ્યોમાં વરસાદ ખુબજ વરસી રહ્યો છે. તેવામાં કાળઝાળ ગરમી થી ત્રાસી ગયેલા લોકો ને રાહત મળી છે. તેમજ ખેડૂતોના ચહેરા પણ ખુશીથી ખીલી ઉઠ્યા છે. અને તેવાંમાં હાલ હવામાન વિભાગે વરસાદને લઇ હૈયા ને ટાઢક લાગે તેવી અગાહી કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ પડવાની સંભાવના છે. પાંચ દિવસ દરમિયાન આખા ગુજરાતમાં વરસાદ રહેશે. આ દરમિયાન સામાન્યથી હળવો વરસાદ પડશે. અમુક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો ભાવનગર, પોરબંદર, દ્વારકા અને જૂનાગઢમાં પણ અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પાંચ દિવસ અમદાવાદ શહેરમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. અમદાવાદ જિલ્લાના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

તેમજ અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે આજે એટલે કે પાંચમી જુલાઈના રોજ વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. છ અને સાતમી જુલાઈના રોજ ગુજરાત રિઝનમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. 8 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના દમણ, દાદરા નગર હવેલી, સુરત અને ડાંગમાં અતિભારે વરસાદ પડી શકે છે.

અમદાવાદની વાત કરીએ તો ત્યાં પણ અગામી 5 દિવસ સુધી ભારે થઈ અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. શહેરમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આશા છે. આગામી પાંચ દિવસ સુધી માછીમારો માટે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. હાલ લૉ પ્રેશન મધ્ય પ્રદેશ સ્થિત છે. જેનાથી ગુજરાતમાં સારો વરસાદ પડી રહ્યો છે. આમ વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદ રહેશે. જોકે, છઠ્ઠી જુલાઈના રોજ સૌરાષ્ટ્રમાં વરસાદની એક્ટિવિટી ઓછી રહેશે. 9મી જુલાઈના રોજ સૌરાષ્ટ્ર કચ્છમાં અતિભારે વરસાદની સંભાવના છે. આ દરમિયાન દ્વારકા, જામનગર, જૂનાગઢ, રાજકોટમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

તેમજ 24 કલાક દરમિયાન રાજ્યના 156 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 6.36 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સાથે વલસાડના પારડીમાં 5.44 ઇંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના કહેવા પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ રહેશે. આ દરમિયાન અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે. આઠમી જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.