હવામાન વિભાગે વરસાદને લઇ કરી મહત્વની આગાહી આગામી 5 દિવસ આ જિલ્લાઓમાં વીજળી સાથે ભારે વરસાદ… જાણો વિગતે

ગુજરાતમાં આ વખતે ચોમાસું ખેડૂતો માટે સોળ આની રહ્યું છે. ઘીમી ઘારે આવતો વરસાદ મોટા ભાગના વિસ્તારોમાં આવેલા પાકને જીવનદાન આપી રહ્યો છે. પણ હવે હવામાન વિભાગ દ્વારા ચિંતાજનક આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ ડિરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર રાજ્યમાં 5 દિવસ ભારે વરસાદ રહેશે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, વલસાડ, પાટણ, જામનગર, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આગાહી મુજબ 17 અને 18 તારીખના રોજ ઉપરોક્ત જગ્યાએ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. 19 ઓગસ્ટ બાદ વરસાદી સિસ્ટમ નબળી પડશે.

વાત કરીએ તો ગુજરાતમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે. જોકે 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે, તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશરને પગલે આગામી 3 દિવસ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસશે. હવામાન વિભાગ તરફથી મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્ર, કચ્છ સહિત દક્ષિણ અને ઉત્તર ગુજરાતના સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં ભારેની શક્યતા છે. તો જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.

તેમજ શ્રાવણ માસનાં સરવણાંના બદલે ગઈ કાલથી અમદાવાદ સહિત રાજ્યભરમાં મેઘરાજાની તોફાની બેટિંગ ચાલુ છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ફરી જોરદાર જમાવટ કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ 5 દિવસ મેઘો મન મૂકીને વરસશે. રાજ્યના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે. હવામાન વિભાગે આજે આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને બુધવારે સાત જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. મંગળવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને જામનગર, પાટણ, મહેસાણા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, કચ્છ, મોરબી, દ્વારકા અને ગીર-સોમનાથમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જ્યાં સાત-સાત ઈંચ સુધી વરસાદ ખાબકી શકે છે. મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા રાજ્યના અનેક જીલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

આમ રાજ્યમાં સિઝનનો સૌથી વધુ વરસાદ વલસાડમાં ૯૧ ઈંચ, ડાંગમાં ૭૭ ઈંચ, નવસારીમાં ૭૦ ઈંચ જ્યારે નર્મદામાં પ૩ ઈંચ નોંધાયો છે. કપરાડા અને ધરમપુર એમ બે તાલુકામાં ૧૦૦ ઈંચથી વધુ નોધાયો છે, જેમાં કપરાડામાં ૧ર૭ ઈંચ અને ધરમપુરમાં ૧૦૩ ઈંચ વરસાદનો સમાવેશ થાય છે. કચ્છ, ગીર-સોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નર્મદા અને વલસાડ એમ છ જિલ્લામાં ‌સિઝનનો વરસાદ સરેરાશ કરતાં ૧૦૦ ટકાથી વધુ નોંધાયો છે,

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.