હવામાન વિભાગે કરી મહત્વની આગાહી 4 જુલાઈ થી 10 જુલાઈ સુધી ગુજરાતના આ વિસ્તારમાં પડશે ભારે વરસાદ….

રાજ્યમાં હાલ ચોમસું બેસું ગયું છે અને ઘણા રાજ્યોમાં વરસાદ ખુબજ વરસી રહ્યો છે. તેવામાં કાળઝાળ ગરમી થી ત્રાસી ગયેલા લોકો ને રાહત મળી છે. તેમજ ખેડૂતોના ચહેરા પણ ખુશીથી ખીલી ઉઠ્યા છે. અને તેવાંમાં હાલ હવામાન વિભાગે વરસાદને લઇ હૈયા ને ટાઢક લાગે તેવી અગાહી કરી છે.

આગાહી કરતા હવામાન વિભાગ જણાવે છે કે આગામી અઠવાડિયે રાજ્યમાં હળવાથી ભારે વરસાદ વરસશે તેવી આગહી છે. તેમજ 4 જુલાઇથી 10 જુલાઇ સુધી સૌરાષ્ટ્ર, મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી તારીખ 5-6 જુલાઇએ ઉત્તર-મધ્ય અને દ. ગુજરાતમાં ભારે વરસાદ વરસશે. તો 6-7 જુલાઇએ ગુજરાતનાં ઉપરવાસ અને રાજસ્થાનમાં ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. બીજી બાજુ 8-9-10 જુલાઇએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

બીજી, બાજુ આજ રોજ રાજ્યમાં વડોદરાના સમા વિસ્તારમાં વરસાદ વરસતા વરસાદી પાણી ભરાઇ ગયા છે. શહેરના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં ઢીંચણ સુધી પાણી ભરાઇ ગયા છે. અનેક વાહનો પાણીમાં પલળવાથી બંધ પડિયા હતાં. અને લોકો ખુબજ મુશ્કેલીમા આવી ગયા હતાં.

વળી ગીર સોમનાથન અને દીવના દરિયાની વાત કરીએ તો ત્યાં પણ આજે કરંટ જોવા મળ્યો હતો 2 દિવસના વરસાદ બાદ દરિયાકાંઠે ભારે પવન જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં ઊંચા મોજા ઉછળ્યા છે. 5થી 7 ફૂટ ઊંચા મોજા ઉછળતા તંત્ર એલર્ટ થઇ ગયું છે. માછીમારોને દરિયા ખેડવા પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. દરિયામાં ભારે કરંટ હોવા છતાં સહેલાણીઓનો ભારે જમાવડો જોવા મળ્યો છે. ભાવનગરમાં પણ આજે પવન સાથે વરસાદનું આગમન થયું છે. ત્યારે ભરબપોરે વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ શરૂ થઇ ગયો. વરસાદમાં નાચતા કૂદતા બાળકો નજરે પડ્યા.

આમ આવા તોફાની દરિયા અને વરસાદઃને લીધે કોઈની જાનહાની ના થઈ કે કોઈ ડૂબી ના જાય તેના માટે અત્યારથીજ NDRF ની ટિમ ને અલર્ટ મોડ ઉપર રાખી મુકવામાં આવી છે. આમ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર એલર્ટ થઇ જતા વડોદરાના જરોદ NDRFની 6 ટીમો રાજ્યના વિવિધ વિસ્તારમાં રવાના થઇ ગઇ છે. ગુજરાત રિલીફ કમિશનરે NDRFની 6 ટીમો સ્ટેન્ડબાય કરી દીધી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *