હવામાન વિભાગે કરી મહત્વની આગાહી આજગી 5 દિવસ સુધી આ જિલ્લાઓમાં પડશે વીજળી સાથે વરસાદ… જાણો

હાલ તમે જાણોજ છો કે ગુજરાતમાં ચોમાસાનુ આ વર્ષે ખુબજ જોર વધી ગયું છે. તેમજ આ વર્ષગે વરસાદ ખુબજ વરસી રહ્યો છે તેવમાં વલસાડ, નવસારી, વડોદરા, અમદાવાદ તેમજ ઘણા રાજ્યોમાં ખુબજ વરસાદ જોવા મળી થયો અને ખુબજ પાણી વહેતા થઈ ગયા છે. ગામડાના લોકોના ઘરમાં નદીઓના પાણી ઘુસી જતા ખુબજ મુશ્કેલીઓ પણ પડી છે. તેવાંમાં હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. આવો તમને વિગતે જણાવીએ

આમ હવામાન ખાતાએ આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જેમાં ખાસ કરીને આજથી સમગ્ર રાજ્યના બધા જ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરી છે. હવે વરસાદની સિસ્ટમ ફરી બંધાઈ રહી છે. તેના કારણે સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી થઈ છે. અમદાવાદ શહેરમાં આજે અમુક વિસ્તારમાં છાંટા વરસ્યા હતા. જુલાઈના વરસાદથી રાજ્યના ડેમમાં નવા નીર આવ્યાં છે. જેનાથી પીવાના અને ખેતી માટેના પાણીની ચિંતા ટળી છે. નર્મદા ડેમની સપાટી પણ 131 મીટરે પહોંચી ગઈ છે. અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. તેમજ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમના અન્ય ભાગોમાં છૂટોછવાયો વરસાદ થવાનું જણાવાયુ છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં 5 દિવસ વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યુ છે કે હાલ રાજ્યમાં ભારે વરસાદ થવાની કોઇ સંભાવના નથી.

આમ હવામાન વિભાગે આગામી પાંચ દિવસ આ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી. 1થી 2 ઓગસ્ટ દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર,અરવલ્લી, ખેડા, અમદાવાદ,પંચમહાલ, દાહોદ,મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર,સુરત, ડાંગ, તાપી, નવસારી,વલસાડ. દમણ ,દાદરાનગર હવેલી,રાજકોટ, જામનગર, પોરબંદર,જુનાગઢ, અમરેલી, મોરબી,દેવભૂમી દ્વારકા,ગીરસોમનાથ,કચ્છ,અને દીવમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

2થી3ઓગસ્ટ દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા , સાબરકાંઠા, ગાંધીનગર,અરવલ્લી ખેડા પંચમહાલ, દાહોદ,મહીસાગર, રાજકોટ, જામનગર, પોરબંદર,જુનાગઢ, અમરેલી, મોરબી,દેવભૂમી દ્વારકા,ગીરસોમનાથ,કચ્છ,અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ 3થી 4 ઓગસ્ટ દરમિયાન દમણ, દાદરાનગર, હવેલી, દેવભૂમી દ્વારકા, પોરબંદર ,જુનાગઢ ,ગીરસોમનાથ અને દીવમાં મઘ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આમ 4થી5 ઓગસ્ટ દરમિયાન દમણ, દેવભૂમી દ્વારકા, પોરબંદર,જુનાગઢ, ગીરસોમનાથ અને દીવમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે,

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.