હવામાન વિભાગે કરી મહત્વની આગાહી આગામી દિવસોમાં ગુજરાતના આ જિલ્લાઓમાઁ પડશે ભારે વરસાદ…

ગુજરાતમાં આ વખતે ચોમાસું ખેડૂતો માટે સોળ આની રહ્યું છે. ઘીમી ઘારે આવતો વરસાદ મોટા ભાગના વિસ્તારોમાં આવેલા પાકને જીવનદાન આપી રહ્યો છે. પણ હવે હવામાન વિભાગ દ્વારા ચિંતાજનક આગાહી કરવામાં આવી છે. વકત કરીએ તો ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તેમાં પણ આજે તો ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર, હજુ આગામી 24 કલાક ભારે વરસાદની શક્યતા રહેલી છે. હવામાન વિભાગે રાજ્યના 4 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 8 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં કચ્છ, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યં છે. જ્યારે અન્ય 8 જિલ્લાઓમાં હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે. તેમજ હવામાન વિભાગે આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે.તેમજ ઉત્તર ગુજરાતમાં અતિભારે પડવાની શક્યતા છે.ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણામાં અતિભારે વરસાદ વરસી શકે છે.જ્યારે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે.વરસાદની સાથે સાથે ઝડપી પવન ફૂંકાવાના પણ સંકેત છે. સાથે જ અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે.

જ્યારે અન્ય જિલ્લા વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણની શક્યતા રહેલી છે. તેની સાથે મહિસાગરમાં કડાણા અને ભાદર ડેમમાં પાણીની આવક યથાવત જોવા મળી રહી છે. કડાણા ડેમમાં હાલ 1 લાખ 35 હજાર કયુસેક પાણીની આવક છે. જ્યારે ભાદર ડેમમાં 2 હજાર કયુસેક પાની આવક નોંધાઇ છે. પાણીની આવકથી મહિસાગર અને ભાદર નદી બે કાંઠે આવી ગઇ છે. મહિસાગર નદી પર આવેલ વણાક બોરી ડેમ પણ ઓવરફ્લો થઇ ગયો છે. આથી, મહિસાગર અને પંચમહાલના 128 ગામોને એલર્ટ કરવામા આવ્યાં છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પૂર્વી ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઓડિશા, ઝારખંડ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર અને ત્રિપુરામાં આ અઠવાડિયે વરસાદ પડશે. મધ્યમ અને હળવા વરસાદની શક્યતા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *