હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી આ-આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ! કહ્યું કે નવરાત્રીમાં… જાણો વિગતે

મિત્રો તમને જણાવીએ તો અત્યારે દિવસમાં ગરમી અને રાત્રીના સમયે ઠંડું વાતાવરણ થતાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદમાં હાલમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. ગુજરાતમાં વરસાદ યથાવત્ રહેશે તેવા સંકેત હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે. આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ખાબકી શકે છે. આ સિવાય મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. હવામાન વિભાગની અગાહીને જોતાં હાલ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપી દેવામાં આવી છે.

 

જેમ તમે જાણોજ છો કે આગામી 26 સપ્ટેમ્બરથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો. ત્યારે કોરોનાને લઇને નવરાત્રીના આયોજનો પર રોક લગાવી દેવામાં આવી હતી. ત્યારે હવે કોરોનાએ કેડો છોડતા નવરાત્રીના આયોજનો અંગે છૂટ મળી છે આવી સ્થિતિમાં ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ નવરાત્રિમાં વરસાદ વેરી બનશે તેવી ગરબા રસિકો અને ગરબા આયોજકોને ચિંતા સતાવી રહી હતી. પરંતુ હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવેલી આગાહી મુજબ આ વખતે નવરાત્રિ દરમિયાન વરસાદની શક્યતા ખુબ જ નહીવત છે. નવરાત્રી વરસાદ પડે તેવી કોઈ શક્યતા ન હોવાથી ગરબા રસિકોને રાહત થઇ છે.

આમ ગઈ કાલે રવિવારે અમદાવાદ શહેરનું તાપમાન એક ડિગ્રી વધ્યું હતું. આ સાથે જ મહત્તમ પારો ૩૩.૯ ડિગ્રીએ પહોંચ્યો હતો. હવામાન ખાતાના જણાવ્યા મુજબ બે દિવસ બાદ વાદળો દૂર થશે અને આકાશ સ્વચ્છ થશે. હાલમાં સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડશે. સૌરાષ્ટ્રમાં ૧૬ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. સાથે જ તાપમાન ૩૧થી ૩૪ ડિગ્રીએ પહોંચ્યું છે. લો પ્રેશર સિસ્ટમને કારણે જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે. ગત આખું સપ્તાહ બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ થયો હતો. ત્યાર બાદ હવે

તેમજ સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે. જેના પગલે તંત્રએ વધુ પાણી છોડવાનો નિર્ણય કર્યો છે. નર્મદા ડેમમાંથી ડાઉન સ્ટ્રીમમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ભરૂચ નજીક નર્મદાનું જળસ્તર વધવાથી નદી કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ રહેવા વહીવટી તંત્રએ અપીલ કરી છે. નર્મદા ડેમની જળસપાટી ૧૩૮.૪૪ મીટરે પહોંચી છે. આથી નદી કાંઠાનાં ૨૬ ગામને એલર્ટ કરાયાં છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. TODAYGUJARAT.IN વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈ પણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ Todaygujarat.in કરતુ નથી જેની ખાસ નોંધ લેવી. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *