હવામાન વિભાગે કરી ભુક્કા કાઢી નાંખે તેવી આગાહી ગુજરાતના આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ અને…

ગુજરાતમાં હાલ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થયો છે. ગીર-સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા અને કોડીનાર તાલુકાના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. રાજ્યમાં સવારથી કુલ 178 તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વ્યારામાં 6, ઉમરપાડામાં 4.5 અને બારડોલીમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. ડોલવણ અને મેઘરજમાં 3.5, માંડવીમાં 3ઇંચ વરસાદ ખાબક્યો છે.

તેવાંમાં હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે રાજ્યમાં ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર થવાથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગનું માનીએ તો ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ પડશે. તો બનાસકાંઠા,સાબરકાંઠા,પાટણ, ડીસા,મહેસાણામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.તેઉપરાંત વધુમા આમજો આજના હવામાનની વિગતવાર વાત કરીએ તો 16 ઓગસ્ટ એ અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 30 રહેશે. તેમજ દિવસ દરમિયાન હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.અમરેલીમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 29 રહેશે.તેમજ મધ્યમથી ભારે વરસાદ થવાની સંભાવના છે. આણંદમાં મોટા ભાગે વાદળ છાયુ વાતાવરણ રહેશે. જ્યાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 30 રહેશે. તેમજ દિવસ દરમિયાન મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. સુરત,વલસાડ,નવસારી,તાપી,ડાંગ,દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આગાહી કરવામાં આવી છે.ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદ રહેશે. ભારે વરસાદની આગાહીને પગલે 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાઆપવામાં આવી છે.

તેમજ ભાવનગરની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 30 રહેશે. તેમજ દિવસ દરમિયાન વરસાદી માહોલ રહેશે.તો બોટાદમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 30 રહેશે. બીજી તરફ છોટાઉદેપુરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 28 રહેશે. તેમજ શહેરમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. દાહોદમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 27 રહેશે.તેમજ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.દક્ષિણ ગુજરાતમાં ડાંગની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 28 રહેશે.તેમજ શહેરમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.જો દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 22 અને મહતમ તાપમાન 25 રહેશે.તેમજ મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. આમ આ સાથે નવસારીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 28 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.તો પંચમહાલમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 28 જોવા મળશે,ઉપરાંત દિવસ દરમિયાન વરસાદી વાતાવરણ રહેશે.પાટણમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 29 નોંધાશે, તો દિવસ દરમિયાન સારો વરસાદ થશે. પોરબંદરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 29 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આમ મેઘરાજાએ સમગ્ર ગુજરાતને ધમરોળ્યુ છે. ગઇકાલથી શરુ થયેલા વરસાદ બાદ રાજ્યના અનેક જિલ્લાઓ પાણી પાણી થઇ ગયા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં અનેક વિસ્તારોમાં વરસાદ બાદ પાણી ભરાઇ ગયા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.