હવામાન વિભાગે કરી આગાહી ગુજરાતમાં આગામી 5 દિવસોમાં આ જિલ્લાઓમાઁ તૂટી પડશે વરસાદ… જાણો વિગતે

હાલ તમે જાણોજ છો કે ગુજરાતમાં ચોમાસાનુ આ વર્ષે ખુબજ જોર વધી ગયું છે. તેમજ આ વર્ષગે વરસાદ ખુબજ વરસી રહ્યો છે તેવમાં વલસાડ, નવસારી, વડોદરા, અમદાવાદ તેમજ ઘણા રાજ્યોમાં ખુબજ વરસાદ જોવા મળી થયો અને ખુબજ પાણી વહેતા થઈ ગયા છે. ગામડાના લોકોના ઘરમાં નદીઓના પાણી ઘુસી જતા ખુબજ મુશ્કેલીઓ પણ પડી છે. તેવાંમાં હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના અમુક વિસ્તારોમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદ વરસશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. આ સાથે હવામાન વિભાગના ડો. મનોરમા મોહન્તીએ રાજ્યના હવામાન (Weather forecast) અંગે આગાહી કરી છે. તેમણે જણાવ્યુ છે કે, રાજ્યમાં 48 કલાકમાં કેટલીક જગ્યાઓ પર ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં આવતા 24 કલાકમાં રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

તેમજ વાત કરીએ તો છઠ્ઠી તારીખે રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહીની શક્યતા નથી. પરંતુ કચ્છ, રાજકોટ, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અને સાતમી તારીખે પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે.

તેમજ આઠમી તારીખે જુનાગઢ, ગીર સોમનાથ નવસારી વલસાડ ડાંગમાં અતિભારેથી ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે પોરબંદર, અમરેલી, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂ, સુરત, તાપીમાં ભારે વરસાદની આગાહી છે. અને નવમી તારીખે સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે મોરબી, રાજકોટ, ગીર સોમનાથ, અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ, મહિસાગર, દાહોદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.