સૌથી ફેમસ કપલ સંગ્રામ સિંહ અને પાયલ રોહતગી ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. જેને લઈને અમદાવાદ ની પાયલ એ ….

પાયલ રોહતગી અને સંગ્રામ સિંહ બંને લગ્ન કરવા જઈ રહ્યા છે  ZEE TV માં આવતા ગુજ્જુ ગર્લમાં પાયલ અભિનય કરતી જોવા મળે છે. જી TV નું સૌથી ફેમસ કપલ સંગ્રામસિંહ અને પાયલ રોહતગી ટુક સમયમાં જ પોતાના સબંધ ને એક નવું નામ આપવા જઈ રહ્યા છે. ૧૨ વર્ષ એક બીજા ને ડેટિંગ કર્યા પછી હવે પાયલ અને સંગ્રામ લગ્નના પવિત્ર બંધનમાં બાંધવા જઇ રહ્યા છે. જેને લઇ ને અમદાવાદ માં તૈયારીઓ શરુ થઇ ગઈ છે. આજે પાયલ રોહતગી ની મહેંદી સેરેમની યોજાઈ હતી જેમાં પાયલ બહુ જ સુંદર લાગી રઈ હતી. પાયલે પિંક કલર ના એટયાર માં ખુબસુરત દેખાઈ રહી હતી.

સંગ્રામ સિંહ પ્રેમિકા પાયલ રોહતગી સાથે તેના લગ્ન ને યાદગાર બનાવવા માટે તેમના જન્મદિવસ એટલે કે ૨૧ જુલાઈ ના રોજ લગ્ન કરવા માંગતા હતા. જો કે કેટલાક કારણો ના લીધે આ શક્ય બન્યું નહિ અને તેમના લગ્ન ૯ જુલાઈ એ કરવાનો નિર્ણય લીધો છે. હવે લેટેસ્ટ રીપોર્ટ અનુસાર, સંગ્રામ અને પાયલ  એ આગ્રામાં લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. સંગ્રામ સિંહ એક ઈન્ટરવ્યું માં જણવ્યું હતું કે, અમે રાજસ્થાન અથવા પાયલના વતન અમદાવાદમાં લગ્ન કરવાનું વિચારી રહ્યા હતા. પણ અમે લગ્ન કરવા આગ્રા ને ફાયનલ કર્યું છે. અમારા પરિવાર માટે અહી આવવું સરળ છે.

પાયલ રોહતગી સાથેની પહેલી મુલાકાત ને યાદ કરતા સંગ્રામ એ જણાવ્યું હતું કે, હું કુસ્તી માંથી પાછો ફરી રહ્યો હતો અને પાયલ આગ્રામાં સુતિંગ થી પરત આવી રહી હતી અને પાયલ ની કાર હાયવે  પર ખરાબ થઇ ગઈ હતી, અમે મારી કાર રોકી અને પાયલ ને લીફ્ટ આપી હતી. સંગ્રામ સિંહ એ આગળ જણાવ્યું કે, મને યાદ છે કે લડાઈ ના કારણે હું આખો માટી થી ઢંકાઈ ગયો હતો અને મને જોઈ ને પાયલે કહ્યું કે કાર એકદમ  સાફ છે અને મેં હસી ને કહ્યું કે હા આજે બીજા  દિવસો કરતા વધુ સાફ છે. સંગ્રામ સિંહે આગળ જણાવ્યું કે આમ અમે બંને એ એક બીજા ના નંબર લીધા હતા. પરંતુ ક્યારેય એકબીજા ને ફોન કર્યો નહિ.

અમે ૨૦૧૨ ના રીયાલીટી શો Survivor INDIA ના અંતમાં વાત કરવાનું શરુ કર્યું હતું અને હવે અમે બંને એક બીજા ના જીવનસાથી બનવા જઈ રહ્યા છીએ.  તેમના લગ્ન વિષે વાત કરતા તેમણે જણાવ્યું કે તેઓ આગ્રાના મંદિરમાં લગ્ન કરવાનું વિચારી રહ્યા છે. બંને આ લગ્ન ને લઇ ને બહુ જ ઉત્સાહિત છે અને આ લગ્ન પછી બંને મુંબઈ માં પોતાના ઇન્ડસ્ત્રી ના મિત્રો માટે એક રીસેપ્સન પાર્ટી નું પણ આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં તો પાયલ ગુજરાતમાં અમદાવાદમાં પોતાની લગ્નની તમામ રસમો એન્જોય કરી રહી છે. પાયલ રોહતગી એક ભારતીય ફિલ્મ અભિનેત્રી છે તે  મિસ ઇન્ડિયા પ્રતિયોગીતા માં ભાગ લઇ ચુકી છે અને તે ૨૦૦૮ ના TV રીયાલીટી શો બીગ બોસ માં પણ આવેલી છે. હાલમાં જ પાયલ TV રીયાલીટી શો લોક અપ માં એક પ્રતિયોગી ના ભાગે નજર આવી હતી.  

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.