બાળકે માતાને પ્રેમી સાથે કામ-લીલા કરતા જોઈ જતા માતા એ બાળકને મોતને ઘાટ ઉતાર્યો! જાણો ક્યાની ઘટના

આજનો આ સમય એટલી વ્યાપક રીતે ખરાબ થવા પામ્યો છે કે વ્યક્તિ માત્ર પોતાના અંગત સ્વાર્થ કે અંગત બાબતો માટે પોતાના સ્વજનોને હાનિ પહોંચાડી બેસે છે.. કોઈ માતા પોતાનો દોષ છૂપાવવા પોતાના બાળકને મારી નાખે!સાંભળવામાં પણ અજીબ લાગશે પણ આ એક સત્ય ઘટના બની ચૂકી છે મધ્યપ્રદેશના એક ગામમાં .શુ છે સમગ્ર ઘટના ચાલો જાણીએ..

મધ્યપ્રદેશના ઉજ્જૈન પાસે આવેલું શાઝાપુર ગામમાં આ ઘટના જોવા મળી હતી.પોલીસે જ્યારે આ અંગે પૂછપરછ કરી ત્યારે હકીકતમાં સમગ્ર મામલો એવો જાણવા મળ્યો કે મૃતક બાળક વરૂણના મમ્મી મમતા નું ઉજ્જૈનના રહેવાસી સંજય ઉર્ફે સુદર્શન બામણિયા સાથે તેનું અફેયર હતું. વરુણના પિતા વ્યવસાયે ફળ વેચી ઘરનું ગુજરાન ચલાવે છે,આ કારણે વરુણ અને તેની મોટી બહેન અંજલી તેના પિતાને સાથ આપવા એમની સાથે જ રહેતા હોય છે. પરંતુ 3 મેં ના રોજ કંઇક એવું થયું કે એક પરિવારે એક નાનકડી ભૂલના કારણે તેના પુત્રને ખોઈ બેસ્યા.હકીકતમાં 3 મેના રોજ વરુણનો જન્મદિવસ હતો. ભાઈ-બહેન પિતાની સાથે ઠેલા પર જ હતા કેમ કે સાંજે પિતાના ઘરે આવ્યા બાદ કેક કાપવા અંગેનો તેઓ એ પ્લાન વિચાર્યો હતો અને તેઓ ઘરે જન્મદિન અંગે તૈયારી કરવા જવાના હતા.

આ બાજુ તેની માતા નો પ્રેમી બપોરે 2:30 વાગ્યા આસપાસ તેને મળવા આવ્યો હતો.થોડા સમય બાદ પુત્ર બપોરના સમયે ઓચિંતા જ ઘરે આવી ગયો.અને તેણે તે બંનેને આપત્તિજનક સ્થિતિમાં જોઈ લીધા. પુત્રને જોઈને તેની માતા ગભરાઈ ગઈ.જો આ વાતની લોકોને ખબર પડશે તો બદનામી થશે તેવા ડરના વિચારથી તેણે પોતાના જ પુત્રને મારી નાખવા અંગે વિચાર્યું ત્યારબાદ તેઓ બંનેએ પુત્રને પકડી તેનું તકિયાથી મોઢું દબાવીને તેના 12 વર્ષના પુત્રને મોતના ઘાટે સુવડાવી દીધો.ત્યારબાદ તે કુમાતા પ્રેમીને ભગાડીને બન્ને પોતે ખેતરમાં જતા રહ્યા. સાંજના સમયે જ્યારે વરૂણની બહેન અંજલી ઘરે પહોંચીને જોયું તો ઘરનો દરવાજો થોડો અટકેલો જ હતો.તે નજીક જઈ તેણે દરવાજો ખોલી ને અંદર ગઈને જોયું તો તેનો લાડકવાયો ભાઈ મૃત હાલતમાં પડ્યો હતો.

ત્યારબાદ પોલીસે પહેલા અજ્ઞાત આરોપી પર કેસ નોંધ્યો હતો પરંતુ આસપાસના પાડોશી દ્વારા એનું નામ જાણવામાં આવ્યું અને એવી પણ ખબર પડી કે સંજય બપોરના સમયે તેમના ઘરે આવ્યો હોય તેવી જાણ થઈ હતી ઉપરાંત તે આ પહેલા ઘણીવાર તેમના ઘરે આવતો જતો હતો. ત્યારબાદ પોલીસે બન્ને આરોપીને પકડી તેના વિરુદ્ધ કેસ દાખલ કરી બન્નેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા,ત્યારબાદ તેને જેલ હવાલે પણ કરવામાં આવ્યા હતા..

આજે હકીકતમાં આવી કેટલીક ઘટના જોઇ આપણને થાય વ્યક્તિ કોઈ બદનામી કેં પ્રેમ માટે આટલી નીચ હરકત કેમ કરી શકે!

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.