૨૫ વર્ષથી ખોવાય ગયેલ દીકરા માટે માતા આજે પણ પથારી પાથરે છે જાણો પૂરી ઘટના…

તમે ઘણા કિસ્સાઓ જોયા હશે અને સાંભળ્યા પણ હશે કે ઘણા બાળકો તેમના માતા પિતા થી વિખુટા પડી જતા હોઈ છે. અને બાળકના માતા પિતા ખુબજ દુખી થતા હોઈ છે જેની કોઈ સીમા નથી. હાલમાં એક તેવોજ કિસ્સો સામો આવ્યો છે. જે રાજકોટ નો, જ્યાં ૨૫ વર્ષ પહેલા કાકાની દીકરી સાથે સાઇકલ લઈને યાજ્ઞિક રોડ પર ફરવા ગયેલા બાળક જેનું નામ મોહિલ જે હજી સુધી પરત ફર્યો નો હતો.

તેથી પરિવારના બધાજ લોકો ખુબજ ચિંતા મા આવી ગયા હતા. અને આજના સમયે પણ માતા પિતા તેમના દીકરા મોહિલની રાહ જોઈ રહ્યા હતા. તેમજ મોહિલની માતા આજે પણ તેના દીકરા ની રોજ પાથરે છે. અને મોહિલની સાઈકલ પણ સાચવીને રાખી છે. મોહિલ ખોવાયો એના પચ્ચીસ વર્ષ થયા છતાં તેનો પત્તો મળ્યો નથી.

રાજકોટના આ બાળકના માતા પિતાનું નામ રસીભાઈ અને રસીલાબેન હતું. અને આ માતા પિતા તેમના દીકરા  આજે પણ રાહ જોઈ રહ્યા છે કે એક દિવસ તેમનો દીકરો ઘરે પાછો આવશે. તેમજ જ્યારે મોહિલ ખોવાય ગયો હતો ત્યાંરે તેના પરિવારના લોકો એ તેની ઘણી શોધ ખોલ કરી હતી પરંતુ મોહિલનો કોઈ અતો પત્તો મળ્યો નો હતો.

રસિકભાઈ અને રસીલાબેન રોજીંદા કામોની સાથે આજે પણ દીકરો મોહિલ જીવિત છે તેવા વિશ્વાસ સાથે તેની પથારી પાથરે છે. આજે પણ રસિકભાઈ અને રસીલાબેન એકજ ટાઈમ જમે છે. અને તેનો દીકરો પરત આવશે તેની રાહ જુએ છે. ૨૧ મેં ૧૯૯૭ ના રોજ મોહિલ તેના કાકાની દીકરી સાથે સાઇકલ લઈને યાજ્ઞિક રોડ પર ખુશ્બુ સાથે ડીએચ કોલેજ પાછળની જાગનાથ પોલીસ ચોકી સામે મોહિલ સાઇકલ લઈને રમવા માટે ગયો અને ખોવાઈ ગયો તે ઘટનાની જાણ પરિવાર ને થતા પરિવારમાં ચિંતા ના માહોલ છવાઈ ગયો હતો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.