ચાર વર્ષ ના બાળક ને શોક લાગતા માતા એ બાળક ને મોત ના મુખ માથી બચાવી લીધો ! પોતાનો જીવ…

માતા ની હૂફ પ્રેમ અને મમતા ના કારણે દરેક બાળકો મુસીબત ના સમયે માં શબ્દ પહેલા બોલતા હોય છે. માં આ શબ્દમાં જ એટલો ભાર છે કે તે કોઈ પણ મુસ્કેલ સમયમાં બાળકો ને સાથ આપવા પહોચી જ જતી હોય છે. માતાઓ પોતાના સંતાનો ને મોતના મુખ માથી પણ પાછા લાવાની શકતી ધરાવે છે. એટલે જ તો માં તે માં તે કહેવત બની છે માની તોલે કોઈ ના આવી સકે. આવો એક કિસ્સો હાલમાં સામે આવ્યો છે જેમાં બાળક ને કરંટ લગતા માતા પોતાની પરવા કર્યા વગર બાળક ને બચાવી લાવે છે.

સરસ્વતી તાલુકાના મોટા નાયતા ગામમાં મંગળવારે સાંજે ૪ વર્ષના બાળક ને ભેજવાળા વાતાવરણ ના કારણે વાયર ના છુટા છેડા  હાથ માં આવી જતા તેને કરંટ લાગ્યો હતો.  કરંટ લગતા તે ચીસો પાડવા લાગ્યો હતો જે સાભળી માતા ઘરમાં દોડી આવી અને બાળકને ધક્કો મારી છોડાવ્યો હતો. વાયર પકડતા માતાને પણ કરંટ લાગ્યો હતો. આ બુમો થી  પડોશીઓ દોડી આવ્યા હતા અને મેન સ્વીચ બંધ કરી હતી. અને બંને માતા પુત્ર ને તાત્કાલિક પાટણની ખાનગી હોસ્પિટલ માં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. બે દિવસ ની સારવાર પછી માતા પુત્ર ને રજા આપવામાં આવી હતી.

જાણકારી મળ્યા અનુસર મોટા નાયતા ના પાલ્વીયાપરા ગામના ૪ વર્ષના બાળક સુમીતજી ઠાકોર ને તેના ઘરમાં મંગળવારે સાંજે રમી રહ્યો હતો. ત્યારે અચાનક જ વાતાવરણ ના ભેજ ના કારણે ટેબલ પંખા ના વાયર છુટા હોય અને તેણે રમતમાં પકડી લેતા કરંટ લાગ્યો હતો. તે કરંટ લગતા ચીસો પાડવા લાગ્યો હતો જેની ચીસો સાભળી તેની માતા ભારતીબેન ઠાકોર ઘરે દોડી આવ્યા હતા અને વાયર ને પકડી બાળક ને ધક્કો મારી આધો કર્યો હતો.

આજુબાજુના લોકો આ શોર સાંભળી ને ઘર ની મેન સ્વીચ બંધ કરી હતી અને ભારતીબેનને છોડાવ્યા હતા. માતા અને દીકરા ના હાથ દાજી ગયા હતા. આથી બંને ને તાત્કાલિક સારવાર માટે ખાનગી વાહન માં પાટણની સદ્ભાવના હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા . માતા ને ડોકટરો એ ઈમરજન્સી વોડ માં દાખલ કરી બોતેલો ચડાવી હતી. માતા ભારતીબેને બાળક ને પોતાની પાસે લાવાની જીદ પકડી હતી ત્યારે પાટણ ની એક ખાનગી દવાખાને સારવાર લેતા બાળકને પોતાની માતા પાસે લઇ જવામાં આવ્યો હતો. સારવાર પછી માતા પુત્ર ને બુધવારે રજા આપવામાં આવી હતી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *