અમદાવાદમાં થયેલ પટેલ યુવકના મૌતનું રહસ્ય ખુલ્યું? એવો મોટો ખુલાસો થયો કે…. જાણો

હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક પ્રાંત ઓફિસર ફ્લેટના પાંચમા માળેથી નીચે પડતાં મોત થયું હતું, આમ જે બાદ પરિવારને હત્યાની આશંકા પોલીસે વધુ તપાસ આગળ હાથ ધરી છે. જેમાં એક મોટો ખુલાસો સામે આવી રહ્યો છે. આવો તમને વિગતે જણાવીએ.

વાત કરીએ તો આ ઘટના આમદાવાદ જીલ્લાના સાણંદ શહેર માંથી સામી આવી હતી. જ્યાં ચૂંટણીના ધમધમાટ વચ્ચે ડેપ્યુટી કલેકટર (SDM) તરીકે ફરજ બજાવતા અને પ્રાંત અધિકારી રાજેન્દ્ર પટેલનું 22 નવેમ્બર વહેલી સવારે ભેદી સંજોગોમાં મોત થયું છે. આ ઘટના બાદ રાજેન્દ્ર પટેલનો મૃતદેહ તેમના ફ્લેટની પ્રીમાઈસીસમાં મળ્યો હતો. આમ પોલીસનું અનુમાન છે કે આર કે પટેલે ધાબા પરથી પડતું મુકીને આપઘાત કર્યો હોઈ શકે છે જોકે તેમના પરિવારના સભ્યો આ માનવા તૈયાર જ નથી અને કહે છે કે આ આપઘાત નહિ બલકે હત્યા છે.

આર કે પટેલ કયા સંજોગોમાં પાચમાં માળેથી પડી ગયા તે હજી સ્પષ્ટ થયું નથી. પરંતુ એમના ખિસ્સામાંથી બે મોબાઇલ ફોન અને એક પેન ડ્રાઈવ મળી છે. આ પેન ડ્રાઈવની અંદર કયો ડેટા છે, તે શોધવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એક ફોન તૂટી ગયો હતો, જેને ડેટા રિક્વર કરવા માટે આ સાધનોમાં આવી રહ્યાં છે.સમગ્ર મામલો ગૂંચવાયો છે. કારણ કે, પોલીસ એક તરફ આત્મહત્યાની થીયરીથી પણ તપાસ કરી રહી છે. જ્યારે પરિવાર હત્યા તરફ શંકા કરી રહ્યું છે. જેના કારણે હાલ તો સમગ્ર મામલો અકસ્માતે મોતના બનાવ સંદર્ભે આગળ વધી રહ્યો છે.

આર કે પટેલ સવારે ઘરે આવ્યા બાદ આરામ કરતા હતા અને 9. 24 વાગે તેમણે ડ્રાઇવરને ફોન કર્યો હતો કે, તું મને લઈ જા. પરંતુ 9:31 વાગ્યે તેઓ પાંચમા માળેથી કઈ રીતે પડ્યા તે શંકાસ્પદ છે.. મૃતકના વિશેરા લઈને એફએસએલમાં મોકલવામાં આવશે અને ડ્રાઈવરનું નિવેદન પણ નોંધવામાં આવશે.આર કે પટેલના શંકાસ્પદ મોત બાદ તેમનાં પરિવારજનો કહી રહ્યાં હતાં કે, તે જરા પણ ડિપ્રેશનમાં નથી અને તે માતાજીના ઉપાસક હતા. ઘણાં વર્ષથી તે માતાજીની ઉપાસના કરે છે અને તેને જરા પણ ક્યારેય ચિંતા હોય એવું લાગ્યું નથી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *