આ ગામ નુ નામ એવુ કે લોકોને ગામનુ નામ પુછતા જ શરમથી લાલચોળ થઈ જતા ! ગામ ના લોકોએ નામ બદલવાની માંગ કરી…
મિત્રો તમે આપણા દેશના ઘણા રાજ્યો, શહેરો, અને ગામના નામ સાંભળ્યા હશે. જે ખુબજ અનોખા, અને વિચિત્ર હોઈ છે. તેમજ ઘણી વખત તો એવા એવા ગામના નામ હોઈ છે જે બોલવા તો દૂર બલ્કે સાંભળવું પણ નો ગમે. આજે અમે તમને એક તેવાજ ગામની વાત કરીશું જેનું નામ સાંભળી તમે પણ શરમથી લાલચોળ થઇ જશો. આવો તમને આ ગામ અને તેના નામ વિષે વિગતે જણાવીએ. જોકે આવા નામવાળા રાજ્યોમાં રાજસ્થાન, હરિયાણા, મહારાષ્ટ્રા અને ઝારખંડનું નામ લઈ શકાય. જ્યાં લોકોએ પોતાના વિસ્તારના નામ બદલવા માટે અવાજ ઉઠાવ્યો હતો. જો કે, અમુક લોકો હાલમાં પણ પોતાના ગામનું નામ અથવા સરનામું બતાવામાં શરમ અનુભવી રહ્યા છે.
હા અહીં વાત દેશના ઝારખંડના દેવઘર જિલ્લાના મોહનપુર પ્રખંડના બંકા પંચાયતમાં આવેલા એક ગામની છે, જેનું નામ એવું છે કે, આજના ઈન્ટરનેટવાળા જમાનાની હાઈટેક પેઢીના છોકરા-છોકરીઓ સ્કૂલ અને કોલેજમાં પોતાના ગામનું નામ બતાવતા પણ અચકાય છે. હકીકતમાં આ ગામનું નામ Bh…di હતું.
આમ જેના કારણે છોકરાઓ પોતાની સ્કૂલ કે કોલેજમાં આ ગામનું નામ બોલી શકતા નહોતા. આમ જેના લીધા અહીં રહેનારા લોકોને હંમેશા એ વાતનો ડર રહેતો હતો કે, ગમે તેમ કરીને તેમના ગામનું નામ બદલાય. હવે કેમ કે ગામનું નામ બતાવવા પર મજાક ઉડાવવામાં આવતી હતી, એટલા માટે તેમણે અવાજ ઉઠાવ્યો. જાતિ પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર અને ઈનકમ પ્રુફ જેવા સર્ટિફિકેટમાં દેવઘરના આ ગામનું નામ જોઈને લોકો હસવા લાગતા હતા.
આમ આ સાથે જો જણાવીએ તો હકીકતમાં બંકા પંચાયતના સરપંચ રંજીત કુમાર યાદવે ગામના તમામ સરકારી દસ્તાવેજોમાં નવું નામકરણ કરવા માટે ગ્રામસભાની બેઠક બોલાવી. જેમાં સર્વસંમ્મતિથી ગામનું નામ બદલીને નવું નામ મસૂરિયા રાખવાનો પ્રસ્તાવ પાસ કર્યો. આમ જે પછી તમામ સરકારી ઓફિસો અને દસ્તાવેજોમાં ખાસ કરીને મસૂરિયા નામથી ગામની એન્ટ્રી કરાવી. કેટલાય મહિનાના સંઘર્ષ બાદ સફળતા તો મળી, હવે રેવન્યૂ વિભાગમાં પણ તેની વેબસાઈટ પર ગામનું નામ ભો…ડીની જગ્યાએ હવે મસૂરિયા ગામ તરીકે ઓળખાવા લાગ્યું છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.