ગુજરાતમાં આવનાર 24 કલાક અતિભારે! આ જિલ્લાઓમાઁ મેઘો મન મૂકી વરસી શકે…..

ગુજરાતમાં આ વખતે ચોમાસું ખેડૂતો માટે સોળ આની રહ્યું છે. ઘીમી ઘારે આવતો વરસાદ મોટા ભાગના વિસ્તારોમાં આવેલા પાકને જીવનદાન આપી રહ્યો છે. પણ હવે હાલમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલમાઁ ઓછો જોવા મળે છે તેમજ હજુ આવતા એકાદ અઠવાડિયા સુધી સમગ્ર ગુજરાતમાં માત્ર હળવા વરસાદની સંભાવના છે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી 24 કલાક સામાન્ય વરસાદની સંભાવના છે. તેવામાં લુ વર્ષે ચોમાસાની વિદાય વચ્ચે પણ વરસાદી માહોલ રહેવાનું અનુમાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કર્યું. આવો તમને વિગતે જણાવીએ.

તમને જણાવીએ તો અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે વિદાય વચ્ચે પણ ભેજનું પ્રમાણ, લોકલ કનેક્ટિવિટી અને અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી આવતા ભેજને કારણે વરસાદ થવાની શક્યતાઓ છે. અંબાલાલે વધુમા જણાવ્યુ કે, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી ભેજનું પ્રમાણ આવશે, જેના કારણે ગુજરાતના વાતાવરણ ઉપર અસર થશે. આ દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારો વરસાદની શક્યતાઓ છે. 30 ઓગસ્ટથી સપ્ટેમ્બરના પહેલા સપ્તાહ સુધી વરસાદી માહોલ રહેવાની સંભવના છે. આઠથી 11 સપ્ટેમ્બર વચ્ચે પણ વરસાદ થવાની હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે. આ સમયગાળા દરમિયાન ગુજરાતના અલગ અલગ ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે.

 

તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં6 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં 8 એમએમ વરસાદ વરસ્યો છે. સુરતના કામરેજ અને પંચમહાલનાં જાંબુઘોડામાં ચાર એમએમ વરસાદ વરસ્યો છે. આ સાથે ભરૂચ, વલસાડ, સુરતમાં એક એમએમ વરસાદ નોંધાયો છે. આમ ભારે વરસાદથી જળાશયો ઓવરફ્લો થયા છે. ભવાની નદીમાં પાણી છોડાતા જળસ્તર વધ્યું છે. જળસ્તર વધતા પ્રવાસીઓની મુલાકાત પર રોક લગાવી દેવામાં આવી છે.

વાત કરીએ તો ભારે વરસાદથી ઉત્તરપ્રદેશમાં જળબંબાકાર નદી કિનારના અનેક ગામોમાં ભારે તારાજી મકાનો જળમગ્ન, રસ્તાઓ પર ટેન્ટ બનાવાયા. આ સાથે માલપુર જુના રક્ષેશ્વર મહાદેવ પાણીમાં વાત્રક નદીમાં પાણીની આવક વધતા મંદિર ડૂબ્યું મંદિરના ગર્ભગૃહમાં ઢીંચણ સમા પાણી થયું. તેમજ સરદાર સરોવર ડેમની સપાટી: સપાટી સરદાર સરોવર નર્મદા ડેમ સપાટીમાં વધારો થઇ રહ્યો છે. નર્મદા ડેમની સપાટી 136.62 મીટરે પહોંચી છે. ઉપરવાસમાંથી પાણીની આવક 1,11674 હજાર ક્યુસેક થઇ રહી છે. ડેમના 23 દરવાજા 0.03 મીટર ખુલ્લા રાખવામાં આવી છે. નદીમાંથી કુલ જાવક 1,11379 ક્યુસેક પાણીની થઇ રહી છે. ઉપરવાસમાંથી પાણીની આવક ઘટી રહી છે. નર્મદા નદી કાંઠા વિસ્તાર જેમકે નર્મદા, વડોદરા, ભરૂચ કાંઠા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *