આ બે મહિલાએ 3 વર્ષ પહેલા શરૂ કરેલો ઓનલાઇન બીઝનેસ આજે કરે છે એટલા… કરોડોનું ટર્નઓવર…જાણો તેમની સફળતા

જેમ તમે જાણોજ છો કે જીવનમાં કંઈક નવું કરવા માટે ખુબજ મહેનત અને પરિશ્રમ આપવો પડતો હોઈ છે તયારે વ્યક્તિને સફળતાનો સ્વાદ ચાખવા મળતો હોઈ છે. તેમજ ઘણી વખત વ્યક્તિ નાના એવા ધંધા માંથી ખયબજ નામ કમાઈ છે અને તેમની એક નવી છાપ ને ઓળખ ઉભી કરતા હોઈ છે આજે આમે તમને એવી બે મહિલાઓ વિશે જણાવીશું જેણે 3 વર્ષ પહેલા શરૂ કર્યો હતો ઓનલાઇન બિઝનેસ, આજે પહોંચ્યો વાર્ષિક 2 કરોડના ટર્નઓવરે. તમને તેની સફળતાની કહાની સાંભળી 100 % ગમશે.

વાત કરીએ તો ઉત્તરાખંડની 2 વેવાણોએ. જેમેને 3 વર્ષ પહેલા ઓનલાઇન એક ગિફ્ટ શોપ ચાલુ કરી હતી. અને આજે તેઓ વાર્ષિક 2 કરોડનું ટર્નઓવર કરે છે. આ વેવાણોનું નામ છે નિશા અને ગુડ્ડી. વાત કરીએ તો નિશા ગુપ્તા એક વ્યવસાયિક પરિવાર સાથે સંબંધ ધરાવે છે. પરંતુ વર્ષ 2017 પહેલા તે બિઝનેસ વિશે કંઇજ જાણતી નહોતી. તેને ઘરે જ એક નાની દુકાન ખોલી. અહીંયા ઘરઘથ્થુ સામાન અને ગિફ્ટ આઇટમ વેચવાનું શરૂ કર્યું. તો ગુડ્ડી પહાડી વિસ્તારમાં રહેતી હતી. આ બંને મહિલાઓના સાથે જોડાવવાની પણ કણની ખુબ જ રોચક છે. ગુડ્ડીનો દીકરો અનિલ અને નિશાની દીકરી વૈશાલી એકબીજાને પ્રેમ કરતા હતા. બંનેએ એકસાથે જ રોહતકની એક કોલેજની અંદર એમસીએ કર્યું હતું ત્યારબાદ બંને સાથે જ ગુડગાંવમાં નોકરી પણ કરવા લાગી ગયા.

તેમજ નિશા ગ્રેજ્યુએટ છે તો ગુડ્ડી 5મુ ધોરણ પાસ, પરંતુ આ બંને ઓનલાઇન ગિક્વિંગ પ્લેટફોર્મ “ગિક મંકી”ની ડાયરેક્ટર છે. બંનેની ઉંમર ભલે 50 ઉપર હોય, પરંતુ તેમનું જોમ કોઇ યુવા કરતા ઓછું નથી. તેમને બંનેએ ભેગા મળી અને વર્ષ 2017માં ગિફ્ટ આઇટમનો વ્યવસાય શરૂ કર્યું હતું. તે જ વ્યવસાયને ઓનલાઇન પ્લેટફોર્મ ઉપર લાવવાથી કંપનીનું વાર્ષિક ટર્નઓવર 2 કરોડનું થઇ ગયું છે.

બંનેના લગ્ન બાદ ગુડ્ડી અને નિશા વેવાણ બની ગયા અને બંને વચ્ચે સારી મિત્રતા પણ થઇ ગઇ. એકવાર ગુડ્ડીએ તેના દીકરાને કહ્યું કે તે ઘરે બેઠા બેઠા કંટાળી જાય છે અને કંઇક કામ કરવા માંગે છે ત્યારે વૈશાલી અને અનિલના દિમાગમાં ઓનલાઈન વ્યવસાયનો વિચાર આવ્યો. ત્યારબાદ બંનેએ સાથે મળી અને “ગિક મંકી” નામથી 2017માં ઓનલાઇન ગિક્વિંગ પ્લેટકોર્સ શરૂ કરી દીધું.

તેમજ વાત કરીએ તો 110 પ્રોડક્ટથી શરૂ થયેલા આ વ્યવસાય આજે 1300 પ્રકારના યુનિક ગિફ્ટ પ્રોડક્ટ દેશભરમાં ડીલેવરી આપે છે. તેમની પાસે 99 રૂપિયાથી લઇને 13 હજાર રૂપિયા સુધીની ગિફ્ટ આઇટમ છે. હાલમાં તેમના કામની અંદર તેમનો દીકરો અનિલ અને વૈશાલી પણ મદદ કરે છે. નિશાનો દીકરો હર્ષિત ગુપ્તા પણ બેન્કની નોકરી છોડીને પોતાની માતા સાથે જ કંપનીનું માર્કેટિંગ સાચવે છે. નિશા જણાવે છે કે આજે અમારી પાસે 12 લોકોની પરમેનન્ટ સ્ટાફ છે, આ ઉપરાંત 40 લોકો ફ્રિલાન્સર તરીકે પણ જોડાયેલા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.