રમતા રમતા થઇ માસુમ ભાઈ –બહેનની મોત કારણ માત્ર એટલું હતું કે..

ભોપાલમાં ઘડીકની વારમાં હસતો રમતો પરિવાર ઉજડી  ગયો હતો . અહી માસુમ ભાઈ બહેનનું ખાણ ના પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે.જયારે માતાની હાલત નાજુક છે.વાસ્તવમાં ૫ વર્ષની બાળકી રમતા રમતા ખાણ ના ખાડા માં ભરાયેલા પાણીમાં પડી ગઈ હતી.તેની બહેનને પડતા જોતા ૭ વર્ષનો નાનો ભાઈ તેને બચાવવા માટે ખાડા માં કુદકો માર્યો હતો.

બાળકોને ડૂબતા જોઈ માં પણ કુદી પડી. આવી  સ્થિતિમાં ત્રણેય પાણીમાં ડૂબી ગયા હતા . આ ઘટના ગુરુવારની છે.સુક્રવારે બાળકોના મૃતદેહને પોસ્ટમોટમ કરીને પરિવારને સોપવામાં આવી હતી આ ઘટના બાદ માતા વારમવાર પોતાના બાળકોને યાદ કરીને બેહોશ થતી જોવા મળે છે .ત્યાં જ પિતાનો પણ રડી રડી ને ખરાબ હાલત થઇ ગઈ છે.

પિતાનું કહેવું છે કે હવે બધું પૂરું થઇ ગયું મારે હવે જીવનમાં કઈ લેવાનું બાકી નથી .અયોધ્યા નગર માં રહેનાર ભગવાનલાલ પ્રાઇવેટ માં  નોકરી કરતા હતા .તેમણે જણાવ્યું કે ૫ વર્ષની દીકરી નિશિકા ,અને ૭ વર્ષના દીકરો અતુલ બંને સાથે ગુરુવારે બપોરે શંકર ખાણ ની પાસે રમી રહ્યા હતા.આજ સમયે નિશિકા લપસીને પાણીમાં પડી ગઈ હતી બહેનને પાણી માં પડતા જોઈ મોટો  ભાઈ અર્તુલ બહેનને ડૂબતી બચાવવા માટે પાણીમાં કુદી પડ્યો પરંતુ બંને સાથે પાણીમાં ડૂબવા લાગ્યા .

ત્યારબાદ  બાળકોની માં પણ બંને ને બચાવવા માટે પાણીમાં છલાંગ લગાડી ,પરંતુ ત્રણેવ ડૂબવા લાગ્યા આ જોઇને પડોશીઓ ની મહિલાઓ પણ બચાવવા માટે પાણીમાં કુદી પડી. મહિલાઓને બહુ મહેનતના  અંતે  ત્રણેય ને પાણીની બહાર કાઢ્યા .અને ત્યારબાદ નજીકના દવાખાને લઇ ગયા પરંતુ ત્યાંથી તેમને મોટા  હોસ્પિટલ લઇ  જવાનું જણાવ્યું . અહી ડોકટરો એ નિશિકા અને અતુલને મૃત જાહેર કર્યા .

તેમની માતા શ્રમાં  ને લગભગ ત્રણ કલાકો પછી હોશ આવ્યો .હોશમાં આવ્યા બાદ તે પોતાના બાળકોને યાદ કરી તેમના નામ લઈને રડવા લાગી અને બેહોશ થઇ ગઈ. હજુ પણ તે રડી ને બેહોશ થઇ જાય છે ને માત્ર ચુપચાપ બેસી રહે છે. તેમના પિતા ભગવાન નું કહેવું છે કે, તેઓ ગુના ના રહેવાસી છે. લગ્ન પછી તેમણે લાગ્યું કે ભોપાલમાં સારું કામ મળી રહેશે અને બાળકો પણ સારી શાળા માં ભણી સકે  આ કારણોથી તે લગભગ ૧૦ વર્ષ પહેલા અહી આવ્યા હતા.

બે દિવસ પહેલા જ તેમણે દીકરા અતુલનું  સ્કુલમાં એડમીશન કરાવ્યું હતું. દીકરીને પણ સોમવાર થી શાળા માં નામ લખવા જવાનું હતું. પુસ્તકો માટે પૈસા નહોતા આથી બાળકોને સ્કુલ નહોતા મોકલતા . તેમણે વિચાર્યું કે ૨ દિવસમાં પૈસાનો મેળ આવતા બાળકોને સ્કુલે મોકલીશ ,પરંતુ બધું પૂરું થઇ ગયું બંને બાળકો ઓપરેશન પછી જન્મ્યા હતા હવે મારી પાસે કઈ બચ્યું નથી .  

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.