ગુજરાત નુ એક માત્ર એવુ ગામ જ્યા શિયાળા મા કેરી ઊગે છે ! 1 કીલો કેસર કેરી ના ભાવ જાણી હોશ ખોઈ બેઠશો…
મિત્રો તમને જીવનમાં નવી નવી વાનગી અને સ્વાદિષ્ટ ફળ તો જરૂર ખાયા હશે. તેમજ ફળોનો રાજા કેરી જે સોં કોઈ નું મનપસંદ ફળ હોઈ છે. તેમજ તમે એ પણ જાણતા હશો કે કેરી ઉનાળાની ઋતુમાં જ જોવા મળતી હોઈ છે જોકે તો પણ તમને જણાવીએ તો ગુજરાતના આ ગામમાં શિયાળામાં પણ કેસર કેરી જોવા મળી રહી છે. જે જાણી તમને પણ વિશ્વાસ નહિ આવે.આ વખતે વાતાવણમાં બદલાવ કે પછી અન્ય કોઈ કારણોસર ઉનાળાને બદલે ભરશિયાળે આંબામાં કેરીનો ફાલ આવતા કેરીના આંબા ધરાવતા ખેડૂતોથી લઈને વેપારીઓ સહિત સૌ કોઈ માટે આ બાબત ભારે ચર્ચાનો વિષય બની ચુક્યો છે.
તમને જણાવીએ તો પોરબંદરના બિલેશ્વર અને ખંભાળા સહિતનાં ગામોમાં આ વર્ષે બે-ત્રણ મહિના પહેલાં આંબામાં કેરીના મોર જોવા મળી રહ્યા છે. જે ખુજ ચોંકાવનારી બાબત છે. કોઈક આંબામાં તો કેરીની આવક થતાં આજે પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે કેસર કેરી આવીઓ હતી. ત્રણ કેરેટ કેરી એટલે કે, 60 કિલો કેરીની આવક થતાં કેસર કેરીની હરાજી કરવામાં આવી હતી. તેમજ આ હરાજી વખતે મોટી સંખ્યામાં લોકોનાં ટોળા વળ્યાં હતાં. સાડા ત્રણસો રૂપિયા કિલોથી શરૂ થયેલી હરાજી આખરે 501 રૂપિયે કિલો કેરીનો ઊંચો ભાવ બોલાયો હતો.
જો વાત કરવામાં આવે તો પોરબંદર માર્કેટ યાર્ડમાં કેરીની પ્રથમ વખતની હરાજીમાં જ તેનો 501 જેટલો ઊંચો ભાવ મળતા વેપારીઓ અને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. મિત્રો આમ તો દર વર્ષે ઉનાળામાં માર્ચ મહિનાથી કેરીની આવક બજારમાં થતી હોય છે. પરંતુ આ વખતે ભરશિયાળે કેસર કેરીના અમુક આંબાઓમાં ફાલ આવતા કેરીનું વાવેતર કરનાર ખેડૂતો પણ આશ્ચર્યમાં મુકાયા છે. તો સાથે આટલા મહિના પહેલાં કેરીનાં મોટાં ફળ આંબામાં પાકતાં ખેડૂતોમાં ખુશી પણ જોવા મળી રહી છે. આમ દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ કેરીના વેપારી નીતિન દાસાણી જોડે વાત કરતા એમણે જણાવ્યં હતું કે, પોરબંદરમાં લોકલ ડિસ્ટ્રિક્ટમાં હનુમાનજન, કાટવાણા, ખંભાળામાં આ વાતાવારણની અસર વચ્ચે અગાઉથી કેરીનો પાક આવી ગયો છે. આમ તો કેરીનો પાક માર્ચ મહિનાથી શરૂ થાય છે.
તેમજ વધુમાં જણાવ્યું કે ‘આ વખતે વાતાવરણ અનુકૂળ લાગવાથી અમુક આંબામાં વહેલી કેરી આવી છે, અને આજે કેરીનું આગમન થયું હતું. આજે હરાજીમાં ઊંચામાં ઊંચો ભાવ એટલે કે, એક કિલો કેરીનો 501 રૂ. ભાવ થયો છે. કેસર કેરી રાજ્યમાં આજની તારીખમાં ક્યાંય પણ નથી આવી. આ સમયમાં અમારે ત્યાં આ કેરી આવી એ જોઈ અમને પણ આશ્ચર્ય થાય છે અને કેસરનો 501 રૂ. ભાવ સૌરાષ્ટ્રની અંદર પણ ક્યાંય નથી જે ભાવ અહીંયા હરાજી વખતે આવ્યો છે. વધુમાં વેપારીએ જણાવ્યું હતું કે, હું 15 વર્ષથી આ લાઈનમાં છું પણ મેં નથી જોયું કે આ સમયમાં અને આ સિઝનમાં કેરીનું આગમન થાય.’
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો