રાજકોટ ના ફેમસ પટેલ પરોઠા હાઉસ ના માલીકે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો ! આપઘાત કરવાનું કારણ…

હાલમાં આત્મહત્યાના કિસ્સા બહુ જોવા મળે છે લોકો નાની વાતો માં પણ આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરી લેતા હોય છે. હાલમાં તો આવી આત્મહત્યા નું પ્રમાણ મોટા શહેરોમાં એટલું વધતું જોવા મળ્યું છે કે રોજ આવા અનેકો દર્દનાક અને દિલ ને હચમચાવી દેતા કિસ્સા સામે આવતા હોય છે. આજકાલ  આવા મોટા શહેર માં તરુણો અને યુવાનો આવું પગલું ભરતા વધારે જોવા મળે છે આવું પગલું ભરવા પાછળનું કારણ પણ ઘણી વાર તો સમાજ ને ખબર પડતી નથી હાલમાં નાના બાળકો પણ આવા  દિલને ઝંજોળી નાખે એવા આત્મહત્યા ના કિસ્સા સામે આવતા હોય છે. આજે પણ એક દિલને રડવા પર મજબુર કરતો એક કિસ્સો સામે આવ્યો છે.

રાજકોટ શહેરના જુના અને જાણીતા ગોંડલ રોડ પર આવેલા પટેલ વિહાર રેસ્ટોરન્ટ અને પરોઠા હાઉસના સંચાલક હસમુખભાઈ પાંચાણી એ આજે  વહેલી સવારે પોતાના ઘરે ગળાફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે ની જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવી પહોચી હતી અને મૃતદેહ ને પોસ્ટમોતમ માટે મોકલવામાં આવી હતી. જાણવામાં આવી રહ્યું છે કે આર્થિક સંકડામણના કારણે તેમણે આ પગલું ભર્યુ છે. જો કે આપઘાત ની પાછળ નું સાચ્ચું કારણ જાણવા પોલીસ તપાસ કરી રહી છે. પરિવારના મુખ્ય વ્યક્તિનું  આમ મોત થવાથી પરિવારજનો ની  સ્થિતિ દુઃખદ જણાઈ રહી છે.

જાણવા મળેલી બાબતો ના આધારે રાજકોટના યુનીવર્સીટી રોડ પર ધોળકિયા સ્કુલ નજીક કૃષ્ણનગર મેઈન રોડ પર રહેતા હસમુખભાઈ પુરુષોતમભાઈ પાંચાણી જેમની ઉમર ૬૫ વર્ષ છે હસમુખભાઈ પાંચાણી ત્રણ ભાઈઓ માં વચલા હતા. હસમુખભાઈ ને ત્રણ પુત્ર છે. હસમુખભાઈ એ  વહેલી સવારે છતના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જેની જાણ  તેમના પત્ની સવારે જયારે વહેલા ૪ વાગે જાગ્યા ત્યારે તેમના પતિ હસમુખભાઈ રૂમમાં જોવા મળ્યા ના હતા આથી જયારે પત્ની હોલમાં આવ્યા ત્યારે પતિને લટકતા જોઈ કલ્પાંત કરવા લાગ્યા હતા. આથી પરિવારના સભ્યો જાગી ગયા હતા.

જયારે હસમુખભાઈ ના સ્વજનો એ પોસ્ટમોટમ રૂમમાં જણાવ્યું કે, આમ તો તેમણે કોઈ પણ જાતની તકલીફ નહોતી, પણ હાલમાં થોડી આર્થિક સંકડામણ આવી ગય હતી આથી આવું પગલું ભર્યુ હોય. જોકે ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે. આ ઘટનાથી પરિવારજનો માં ગમગીની છવાઈ ગઈ હતી. બનાવ ની જાણ થતા જ માલવિયાનગર પોલીસ એ સ્થળ પર આવી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહ ને પોસ્ટમોટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હસમુખભાઈ પાંચાણી રાજકોટ શહેરમાં ગોંડલ રોડ પર અને યુનીવર્સીટી રોડ પર પટેલ  વિહાર રેસ્ટોરન્ટ અને પરાઠા હાઉસ નામે વર્ષો થી ધંધો કરતા આવે છે અને ગોંડલ રોડ પર તેમનું પોતાનું વર્ષો જુનું અને લોકોમાં ખુબ જ  જાણીતું પરાઠા હાઉસ આવેલું છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *