માતા પિતા અને દીકરી એ સાથે ગળાફાસો ખાઈ આત્મહત્યા કરી અને દીકરા ને જીવતો રાખ્યો કારણ માં જાણવા મળ્યું કે…

હાલમાં આત્મહત્યાના કિસ્સા બહુ જોવા મળે છે લોકો નાની વાતો માં પણ આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરી લેતા હોય છે. હાલમાં તો આવી આત્મહત્યા નું પ્રમાણ મોટા શહેરોમાં એટલું વધતું જોવા મળ્યું છે કે રોજ આવા અનેકો દર્દનાક અને દિલ ને હચમચાવી દેતા કિસ્સા સામે આવતા હોય છે. આજકાલ  આવા મોટા શહેર માં તરુણો અને યુવાનો આવું પગલું ભરતા વધારે જોવા મળે છે આવું પગલું ભરવા પાછળનું કારણ પણ ઘણી વાર તો સમાજ ને ખબર પડતી નથી. હાલમાં નાના બાળકો પણ આવા  દિલને ઝંજોળી નાખે એવા આત્મહત્યા ના કિસ્સા સામે આવતા હોય છે. આજે પણ એક દિલને રડવા પર મજબુર કરતો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પરિવારના લોકો એ સાથે આત્મહત્યા કરી જીવન ટુકાવ્યું છે.

આગ્રામાં બુધવારે સવારે એક વ્યક્તિએ પોતાની પત્ની અને ૮વર્ષની દીકરી સાથે ઘરના રૂમમાં ફાંસી લગાવી સુસાઇડ કરી લીધો. પતિ પત્ની ૭ દીવાથી ઘરની બહાર નીકળ્યા નહોતા દીકરો અને દીકરી કોઈક વાર ઘર ની બહાર રમવા આવતા હતા. પરિવાર નું કહેવું હતું કે, તેના મૃત્યુ પામેલા દીકરા ની મગજ ની હાલત બહુ સારી નહોતી. SSP પ્રભાકર ચૌધરી એ જણાવ્યું કે, પોલીસ ને સુસાઇડ નોટ પણ મળ્યો છે જેમાં તેની બેરોજગારી નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લખ્યું છે કે પરિવાર ઉપર બોજ બની રહ્યો છુ સાથે જ પતિ પત્ની અને દીકરી ની પણ ફાંસી લઈને આત્મહત્યા કરવાની સહુમતી મળી છે પણ ૧૦ વર્ષના દીકરા એ મારવા માટે તૈયાર નથી એવું જણાવી તેને  જીવતો રાખ્યો છે.

સવારે દીકરો ઘરની બહાર રમતો હતો ત્યારે તેના ફઇ એ ઘરેથી લોટ લેવા માટે મોકલ્યો. ત્યારે તેણે ઘરે જવાની ના કહી તેણે જણાવ્યું કે ઘરે મમ્મી, પપ્પા અને બહેન ફાસી એ લટકી રહ્યા છે. એટલે ઘરે જતા બીક લાગે છે. આની પછી પોલીસ ને સુચના આપવામાં આવી , આ પૂરી ઘટના સિકંદરા શેત્ર ના આવાસ વિકાસ સેક્ટર ૧૦ ની છે. સેક્ટર ૧૨ માં EWS કોલોની ના મકાન નંબર ૧૦૪૬ માં સોનું શર્મા (૩૫ વર્ષ ) , પત્ની ગીતા ( ૩૦ વર્ષ ) , દીકરી શ્રુષ્ટિ ( ૮ વર્ષ ) અને ૧૦ વર્ષનો દીકરો શ્યામ સાથે રહેતા હતા. મૃતક ની માં એ જણાવ્યું કે સેક્ટર ૧૦ માં રહેવાવાળી ગીતા ને સોનું પ્રેમ કરતો હતો અને તેના લવ મેરેજ થયા હતા. ત્યાર પછી હરિદ્વાર માં બંને રહેવા લાગ્યા હરિદ્વારમાં એક્સીડેન્ટ થવાન કારણે બંને પાછા આગ્રા આવી ગયા હતા. પરંતુ ઘરે નહિ આવતા બંને ભાડા ના મકાન માં રહેવા લાગ્યા.

માં એ પૂરી ઘટના માં જણાવ્યું કે, દીકરા સોનું એ એકવાર પીપળાના ઝાડ પર એસીડ નાખ્યું હતું ત્યારથી જ તેની મગજ ની સ્થિતિ સારી નહોતી, ચીસો નાખ્યા કરતો અને બહુ જ ઝગડા કરતો હતો. મૃતકના ભાઈ દેવેશ એ જણાવ્યું કે, ૭-૮ વર્ષ પહેલા તે પોતાની પત્ની સાથે માતા પિતાના ઘરે ગયો હતો અને બીજા માળે સોનું પોતાના પરિવાર સાથે રહેતો હતો અને માતા પિતા ગ્રાઉન્ડ ફલોરમાં રહેતા હતા. સોનું તેની પત્ની ને માતા પિતા ની સેવા કરવા પણ નહોતો દેતો ,છતાં ગીતા ચોરી છુપી સાસુ સસરા ને ખાવાનું આપતી હતી.

પોલીસે જણાવ્યું કે ત્રણેય ના શવ અલગ અલગ બાજુ એ  લટકી રહ્યા હતા દરવાજા પાસે સોનું, વચ્ચે દીકરી અને છેલ્લે ખુળામાં પત્ની લટકી રહી હતી. SP સીટી વિકાસ કુમાર નું કહેવું છે કે આ પૂરી ઘટના ની તપાસ થઇ રહી છે. ભાઈ દેવેશ એ જણાવ્યું કે મંગળવારે રાત્રે પૂરો પરિવાર સાથે એક રૂમમાં સુતા હતા. સોનું બાજુ ના રૂમમાં સુતો હતો સોનું આમ તો આખો દિવસ સુતો જ હતો. અને રાત્રે તે જાગતો હતો. મંગળવારે રાત્રે સોનું એ કુલર પંખા અને બહુ જુ વધારે અવાજ માં TV જોતો હતો. આ જ કારને તેઓને આ ઘટનાની જાણ ના થઇ .

મૃતક સોનું ના પિતા રણધીર કહે છે કે દીકરો અને વહુ તેમના સંતાનો સાથે બીજા માળે રહેતા હતા. અને હુ અને મારી પત્ની ગ્રાઉન્ડ ફલોરમાં રહેતા હતા. અઠવાડિયા થી દીકરો તેના પરિવાર સાથે બહાર દેખાયો નહોતો. અને પોતાના પરિવાર ને ઘરમાં જ બંધ કરી લીધો હતો. લોકો એ જણાવ્યું કે સોનું કોઈ કામ કરતો નહિ આને લઇ ને પરિવારમાં ખર્ચા કઈ રીતે કાઢવા તે અંગે પરેશાની હતી. આને લઈને ઘણીવાર પતિ પત્નીમાં ઝગડા થતા  હતા.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.