લોકપ્રિય ગમન સાંથલ છે આ નાના એવા ગામના વતની! મીઠાં અવાજથી ગુજરાતમાં બન્યા પ્રસિદ્ધ, જાણો તેમના વિશે
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના લોક સાહિત્યકારો કલાકારો અને સંગીતકારોનો જમાનો ચાલી રહ્યો છે. ખાસ કરીને આજના કલાકારો ડાયરો અને લોક સાહિત્ય નો પ્રોગ્રામ કરીને દેશ અને વિદેશની અંદર ખૂબ જ પ્રખ્યાત બનતા હોય છે. ખાસ કરીને ડાયરો અને તેમાં પણ મોજ હોય અને જેના શબ્દોની ગુંજ થી આખો ડાયરો માં કેવી રીતે સવાર પડી જાય તે ખર જ હોતી નથી. આમ આજે આપણે આ લેખની માધ્યમ દ્વારા, પોતાના મીઠા અવાજ થી સમગ્ર ગુજરાતની અંદર ઘરે ઘરે ખૂબ જ લોકપ્રિય બનેલા એવા ગમનભાઈ સાથલ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
જેમ તમે બધા જાણોજ છો કે અત્યારે ગમનભાઈ નું જીવન માતાજી ના અતૂટ આશીર્વાદ અને પોતાની અટાર્થ મહેનત થી ખૂબ સુખમય છે. ગમન ભાઈ ના મુખેથી ગવાયેલા ગીત જો કોઈ વ્યક્તિ એક વખત સાંભળી જાય તો તેમને પણ મંત્રમુગ્ધ બનાવી દે છે. તેમજ તેમના દરેક ગીતમાં સમાજ ને લઈને કંઈક નવી નવી શીખ આપતા હોય છે. અત્યારના સમયમાં ગમન ભુવાજી યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય બન્યા છે.
આમ ઘરે ઘરે ખૂબ જ લોકપ્રિય બનેલા ગમનભાઈ સાથલ અને આમ તો કોઈ પરિચયની જરૂર નથી. ગમન સાંથલ ને પ્રેમથી લોકો ગમન ભુવાજી તરીકે પણ સંબોધિત કરે છે. અત્યારે ગમનભાઈ નું જીવન માતાજી ના અતૂટ આશીર્વાદ અને પોતાની અટાર્થ મહેનત થી ખૂબ સુખમય છે. ગમન ભાઈ ના મુખેથી ગવાયેલા ગીત જો કોઈ વ્યક્તિ એક વખત સાંભળી જાય તો તેમને પણ મંત્રમુગ્ધ બનાવી દે છે
આમ જીવનની અંદર જ્યારે પણ મુશ્કેલી આવે અથવા નબળી પરિસ્થિતિ આવે ત્યારે આપણી અંદરના એક કલાકારને બહાર લાવી દે છે. ગમનસાથલ એ ગાયેલી માતાજી ની રેગડી ના ગીતો પણ ખૂબ જ ગુજરાતની અંદર લોકપ્રિય બન્યા છે તેમ જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, દરેક લોકો પોતાની પાછળ તેમના પિતાજીનું નામ બતાવે છે જ્યારે હું જે ગામનો છું, તે ગામને મારા નામની પાછળ લગાડીને આખા ગુજરાતની અંદર પ્રસિદ્ધ બનાવવા માંગુ છું. તેને કારણે ગમનભાઈ એ તને પાછળ સાંથલ લગાવીને ગમન સાંથલ થી ખૂબ જ લોકપ્રિય બન્યા છે.
આમ ઘરની પરિસ્થિતિ ખરાબ હોવાને કારણે તેઓ ગાય કી તરફ આગળ વધ્યા હતા અને એક સમયે ઘરની પરિસ્થિતિ આર્થિક રીતે ખૂબ જ સારી હતી અને પિતાને ખેતી અને પશુપાલનનો વ્યવસાય પણ હતો. એક સમયે ગમન ભુવાજી ભણવામાં ખૂબ જ હોંશિયાર હતા પરંતુ પરિસ્થિતિ ઘરની બગડતાં પૈસા ન હતા તેને કારણે, ગમન ભાઈ ને વિચાર આવ્યો કે, મારા ઘરની પરિસ્થિતિ ખરાબ છે, અને તેમને ભણાવવાની તકલીફ પડી રહી છે તેને કારણે તેમણે ભણવાનું પણ છોડી દીધું હતું. તમને જણાવેએ તો ગમન ભુવાજી ને બાળપણથી જ માતાજીની રેગડી ગાવાનો અને સાંભળવાનો ખૂબ જ શોખ હતો, ધીરે-ધીરે રેગડી શીખ્યા અને અત્યારે ગમન ભાઈ ના ગીતો આખા ગુજરાતની અંદર ધૂમ મચાવી રહ્યા છે. ગમનભાઈ દિપો માતાજી ના ભુવા પણ છે અને તેમના કુળદેવી માતા નો રૂડો પ્રસંગ પણ હતો ત્યારે તેના મિત્રના કહેવાથી સ્ટેજ ઉપર ગાવા માટે પણ ચડયા હતા.
ગમનભાઈ એ પહેલું ગીત ‘ હે તારી બાવન બજારમાં દીવો બળે ‘ અને ત્યાર પછી થોડી સફળતા મળ્યા બાદ બીજો ગીત તેમણે ‘ મને માવતર મળે તો માં ‘ ગીત ગાયું હતું. ત્યાર પછી તેમણે ધીમે ધીમે ઘણા બધા ગીતો ગાયા હતા અને લાઈવ પ્રોગ્રામ માં પણ જવાનું ચાલુ કર્યું હતું. આમ જે બાદ ધીરે-ધીરે ગમનભાઈ એ મ્યુઝિકલ ગ્રુપ બનાવ્યું હતું જેનું નામ છે ડિપોએમ ગ્રુપ, ગમન ભાઈ ના ગીત આજે ગુજરાતની અંદર ખૂબ જ લોકપ્રિય બની ચૂક્યા છે અને અત્યાર સુધીમાં તેમણે સૌથી વધારે ગીતોનના ટાઇટલ રીલીઝ થઈ ચૂક્યા છે. પહેલાના સમયમાં ગમન ભાઈ ના ઘરની પરિસ્થિતિ ક્યારેય નબળી હતી ત્યારે લાગ્યું અને તેમણે દસમા ધોરણ ભણ્યા પછી તેને છોડી દીધું હતું. પિતાના માથા ઉપર વધારે પડતો બોજ ન આવવાને કારણે નોકરી અથવા ધંધો કરવાનું વિચાર્યું હતું અને તેઓ અમદાવાદ રહેવા માટે ગયા હતા
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.