રાજકોટ: મંદિરના પૂજારીએ એવા ચલણમાં વેરો ભરવા ગયો કે ઘડીક તો ઓફિસરો પણ…1800 રૂપિયાના 50 પૈસાના સિક્કા…
જેમ તમે બધાજ જાણો છો કે આપણે સરકારી ઘણી સેવાઓના લાભ આપણા ઘરમાં વપરાશ કરીએ છીએ તો આપણે તેના બદલામાં સરકારને આપવાનો જે ઘર વેરો, મંદિર હોઈ તો તેનો વેરો, કે અન્ય જે હોઈ તે તેનો વેરો આપવો પડતો હોઈ છે. તેવીજ રીતે એક મંદિર નો પૂજારી તેનો વેરો ભરવા 1800 રૂપિયા 50 પૈસાના ચિલ્લર લઈને પહોંચી ગયો અને પછી જે થયું તે તમને આગળ વિગતે પુરી વાત જણાવીએ.
વાત કરીએ તો આ કિસ્સો રાજકોટ માંથી સામે આવી રહ્યો છે જ્યાં ફરી એકવાર રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે વેરાની રકમ જમા કરાવવા માટે એક મંદિરના પુજારી પહોંચ્યા હતા. વેરા વસૂલાત શાખામાં આજે અનોખા દૃશ્યો જોવા મળ્યા હતા. વેરા વસુલાત શાખામાં કોઠારિયા વિસ્તારમાં આવેલા મારુતિ મંદિરના પૂજારી પોતાનો 1800 રૂપિયા જેટલો વેરો ભરવા માટે 50 પૈસાના સિક્કાના પરચૂરણ લઇને આવ્યા હતા. જો કે, વેરા વસુલાત શાખાના અધિકારીએ આ પરચૂરણ સ્વીકારવાનો ઇન્કાર કરતા પૂજારીએ વિરોધ કર્યો હતો. બાદમાં અધિકારીઓએ ચિલ્લર સ્વીકાર્યું હતું.
આમ મારૂતિ મંદિરના પુજારી હેમેન્દ્ર ભટ્ટે જણાવ્યું હતું કે, મારી આવકનું માધ્યમ એકમાત્ર મંદિરની દાન પેટીમાં આવતી રકમ છે. જેથી દાન પેટીમાં જે આવક થાય તે લઈને તેઓ વેરો ભરપાઇ કરવા આવ્યો છું. 1800 રૂપિયાના વેરામાં પરચૂરણ છે. પુજારીએ સરકાર સામે સવાલ કર્યો હતો કે, પરચૂરણ એ ભારતીય ચલણ નથી અને જો હોય તો મનપા શા માટે તેને લેવાની ના પાડે છે. આ પહેલા પણ અનેકવાર પરચૂરણ રૂપિયા આપીને જ પોતાનો વેરો ભરપાય કર્યો હતો.
આમ આ સાથે હું 50 પૈસાના સિક્કાના ચિલ્લર સાથે વેરો ભરવા આવ્યો તો અધિકારીઓએ ના પાડી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, 50 પૈસાના સિક્કા ન ચાલે. પરંતુ મારું એવું કહેવાનું થયું કે, સરકારે હજી સુધી 50 પૈસાના સિક્કા પાછા ખેંચ્યા નથી. આ ચલણ ચાલુ છે તો સિક્કા લઈ લેવા જોઈએ. ઉપર ગામેતી સાહેબને મળો એવું કહ્યું તો હું તેમની પાસે ગયો હતો. તેમને રજૂઆત કરી તો તેણે કહ્યું 50 પૈસાનું ચલણ ચાલુ જ છે, થોડીવાર બેસો લઈ લેશે. પછી ચિલ્લર સ્વીકારી મારો વેરો ભરી દીધો હતો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.