જૂનાગઢમાં યુવતીએ ડેમમાં કૂદી જીવન ટૂંકાવી લીધું હતું તેનું કારણ આવ્યું સામે, જાણી તમે પણ હચમચી જશો…
હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક યુવતીએ પ્રેમીની સગાઈ થઈ જતા હસનાપુર ડેમમાં ઝંપલાવી જિંદગી ટૂંકાવી, મિત્રની નજર સામે જ આત્મહત્યા કરી. આવો તમને વિગતે જણાવીએ.
આ આપઘાતની ઘટના જૂનાગઢ માંથી સામે આવી રહી છે જ્યાં નોબલ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની હસ્નાપુર ડેમમાંથી લાશ મળી આવ્યા બાદ પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મૃતક વિદ્યાર્થિનીના પ્રેમીની સગાઈ થઈ જતાં લાગી આવતા વિદ્યાર્થિનીએ હસ્નાપુર ડેમમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. વિદ્યાર્થિનીએ જ્યારે ડેમમાં ઝંપલાવ્યું ત્યારે તેની સાથે અભ્યાસ કરતી અન્ય એક વિદ્યાર્થિની પણ ડેમ પર હાજર હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ઘટના એવી બની કે 2 નવેમ્બરના રોજ યુવતી ગુમ થતા તેમના પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. પરિવારજનો અને પોલીસે વિદ્યાર્થિનીના ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કરતા હસ્નાપુર ડેમ પરના ચોકીદારે ફોન રિસિવ કર્યો હતો અને કહ્યું હતું કે, આ ફોન અને ચપ્પલ ડેમ પર પડ્યા છે.આ મામલે ડેમના ચોકીદારે ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા ડેમમાં શોધખોળ ચાલુ કરતા બે દિવસ બાદ પાંચમી નવેમ્બરે વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવ્યો હતો. આમ મૃતક વિદ્યાર્થિનીને તેની કોલેજમાં જ અભ્યાસ કરતા એક યુવક સાથે પ્રેમસંબંધ હતો. પરંતુ, યુવકની અન્ય યુવતી સાથે સગાઈ થતા મૃતક સાથે વાતચીત કરવાની બંધ કરી દીધી હતી. પોલીસનું માનીએ તો, મૃતકે ડેમમાં ઝંપલાવ્યું તેના એક દિવસ પહેલા તેના હાથ પર છરી વડે ચેકા માર્યા હતા. ત્યારબાદ તેને પોતાના પ્રેમીનો ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ ખુલાસો થયો છે.
આમ વિદ્યાર્થિની 2 તારીખે ગુમ થયા બાદ ડેમ પરથી મોબાઈલ અને ચપ્પલ મળી આવ્યા હતા. ફાયરબ્રિગેડ દ્વારા ડેમમાં સતત બે દિવસ સુધી શોધખોળ કર્યા બાદ 5મી તારીખે વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવ્યો હતો. વિદ્યાર્થિનીના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે જામનગર મોકલવામાં આવ્યો હતો. પીએમ રિપોર્ટમાં વિદ્યાર્થિનીનું મોત પાણીમાં ડૂબી જવાના કારણે થયું હોવાનું બહાર આવ્યું છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.