ગેંડા એ ભેંસને એવો ધોબી પછાડ માર માર્યો કે ભેંસને જીવ બચાવવો મુશ્કેલ થઈ ગયો…જુવો વીડિયો
વાઈલ્ડ એનિમલ ને લગતા અનેક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જોવા મળે છે. જેમાં અલગ અલગ પ્રકારના જાનવરો ને દેખાડવામાં આવે છે જેમાં વધુ તો જાનવરો વચ્ચેના ઝગડાઓ મોટા પ્રમાણમાં વાયરલ થતાં જોવા મળે છે.તો ઘણીવાર બે ખૂંખાર જાનવરો એકબીજા પર પ્રેમ ન્યોછાવર કરતા પણ જોવા મળે છે. આવા અનેક વિભિન્ન વીડિયો જોવા મળતા હોય છે.જે વાયરલ થતાં જ લોકોને પોતાના તરફ આકર્ષી લેતા હોય છે.
હાલમાં જ એક ભેંસ અને ગેંડા વચ્ચેના યુદ્ધ નો વીડિયો જોવા મળ્યો છે.પહેલાતો જંગલમાં બંને એક બીજા સામે જોવા મળે છે .અને જોતજોતામાં જ બંને વચ્ચે લડાઇ શરૂ થઈ જાય છે.અને તે ભયંકર લડાઇ સાબિત થાય છે.ગેંડો પોતાનો પાવર દેખાડતા ભેંસને પટકી નાખે છે.અને આમ વારંવાર ગેંડો ભેંસ ને જમીન પર પછાડી દે છે.આથી છેલ્લે ભેંસને પણ અક્કલ આવી ગઈ કે તેણે ગેંડા સાથે અથડાઈને બહુ મોટી ભૂલ કરી છે.
આ વીડિયોમાં જોઇ શકાય છે કે જંગલ માં ભેંસ અને ગેંડો બંને ફરતા ફરતા સામસામે આવી જાય છે.પછી શું થવાનું હોય બંને વચ્ચે ભયંકર લડાઇ શરૂ થઈ ગઈ.પહેલા તો ભેંસ બહાદુરી બતાવી સામે આવી જાય છે અને ગેંડા સાથે અથડાઈ છે.પરંતુ ગેંડો ફૂલ ફોર્મમાં આવી ભેંસ ને ધોબી પછાડ આપે છે કે ભેંસ ના તો હોશ ઊડી જાય છે. ગેંડો ભેંસ ને એવો ફગવિને મારે છે કે તે દૂર જઈને પછળાય છે. અને ગેંડાં ના આ ભયંકર રૂપને જોઈને ભેંસ ત્યાંથી ભાગી જાય છે.
આમ તો ગેંડો બહુ જ શાંત સ્વભાવનો હોય છે પરંતુ જો કોઈ તેની છેડછાડ કરે તો પછી તે સામેવાળા નું તો આવી જ બને છે.પૂરી તાકાત સાથે ગેંડો તેને જવાબ આપે છે કે બીજી વાર તે સામે આવી સકે નહિ.આ વીડિયો માં પણ તમે જોઈ શકો છો કે પહેલા તો ભેંસ ઉત્સાહમાં આવી લડાઇ કરવા આવી જાય છે પરંતુ પછી ગેંડા ની તાકાત સામે હારી ને ભાગી જાય છે. વાઈલ્ડ એનિમલ થી જોડાયેલા આ વીડિયોને waowafrika નામના ઈન્સ્ત્રાગ્રામ એકાઉન્ટ પરથી અપલોડ કરવામાં આવ્યો છે.જેમાં એક વ્યક્તી લખે છે કે કદાચ આજ કારણે આપણી પાસે કેટલીક રમતોમાં વજનની શ્રેણીઓ છે.
View this post on Instagram