દ્વારકામાં થયા શાહી લગ્ન ! હાથીની અંબાડી પર વરઘોડો કાઢ્યા બાદ વરરાજો હેલિકોપ્ટરમાં જાન લઈ પરણવા પહોંચ્યો…જુઓ લગ્નની આ ખાસ તસવીરો

જેમ તમે જનોજ છો કે હાલ લગ્નની સીઝન ચાલી રહી છે તેવામાં લોકો પોતાના લગ્ન ખુબજ ધૂમધામ કરતા હોઈ છે તેવામાં ફોટોશૂટ હોઈ કે પછી વરઘોડો બધીજ બાબતની પાછળ આજની યુવા પેઢી ખુબજ ખર્ચા કરતી જોવા મળતી હોઈ છે. તેવીજ રીતે હાલમાં એક શાહીલગ્ન સામે આવી રહ્યા છે. જેમાં હાથીની અંબાડી પર વરઘોડો કાઢ્યા બાદ વરરાજો હેલિકોપ્ટરમાં જાન લઈ પરણવા પહોંચ્યો. આ વરઘોડો જોવા માટે ગામના લોકોના ટોળે ટોળા વળી ગયા હતા.

તમને આ શાહીલગ્ન વિષયે વિગતે જણાવીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના જોગરા ગામે રહેતા સવદાસભાઈ બંધીયાના પુત્ર પિયુષભાઈનો રજવાડી ઠાઠ માઠ સાથે લગ્ન ઉત્સવ ઉજવાયો હતો. જેમાં સૌપ્રથમ કલાત્મક રીતે શણગારેલા હાથીમાં વરરાજાનો ઢોલ શરણાઈ અને ડીજેના સુરે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આમ ત્યારબાદ હેલિકોપ્ટરમાં જાન નવાતથીયા ગામે પરણવા પહોંચે હતી.

તેમજ જેમાં હેલિકોપ્ટર અને મોંઘી ગાડીઓમાં જાન આવતા આખું ગામ ઉમટી પડ્યું હોય એને રાજા રજવાડાઓના પરિવારમાં લગ્નઉત્સવ ઉજવાતો હોય તેવો નજારો જોવા મળ્યો હતો. તો વળી તો આ અગાઉ બળદગાડામાં અને પરંપરાગત રીતે લગ્ન યોજાયા હતા ત્યારબાદ આજે હાથીની અંબાડી પર વરઘોડો અને હેલિકોપ્ટરમા જાન આવતા આ શાહી લગ્નોત્સવે આકર્ષણ જમાવ્યું હતું.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *