પરીવાર માટે એક પટેલ દિકરી એ જે બલીદાન આપ્યુ જે જાણવા જેવુ..

આજના સમયમાં દીકરાઓ કરતાંય દીકરીઓ સમાજમાં દીકરીઓ પરિવારનું નામ રોશન કરી રહી છે,ત્યારે ખરેખર આ ગૌરવ લેવા જેવી વાત કહેવાય ! જીવનમાં દીકરીઓ જેટલું ત્યાગ અને સમર્પણ ની ભાવના રાખે છે એટલું તો પુરષોમાં પણ નથી હોતું. ત્યારે આજે આપણે એજ એવી દીકરી ની કહાની વિશે વાત કરીશું જેને પોતાનું જીવન ન્યોછાવર કરી દીધું જે અનેક લોકો માટે પ્રેરણાદાયક વાત છે.

અમે વાત કરી રહ્યા છે, એ વાત થોડી જુની પણ એક દિકરી શુ કરી શકે તે આ લેખ પર થી જાણી શકાય જેમા જેતપુરની કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતી કોમલ, સાવલીયાની જેઓ નવાગઢમાં રહેતા ચન્દુભાઇ સાવલીયાના ચાર સંતાનો પૈકી કોમલ સૌથી નાની દીકરી છે.કોમલ ખુબજ સ્વરુપવાન હતી અને એને એક જ ઈચ્છા હતી કે એને પોતાનો સપનાનો રાજ કુમાર મળે.તેના જીવનમાં એક દુઃખ ઘટના બની! બે વર્ષ પહેલાં પિતાનું નિધન થઈ ગયું અને ત્યાં જ બીજી એક ઘટના એવી બની કે, તેની મોટી બહેન અને તેનો દિકરો તેમના મામા હિતેશભાઇ સાથે નવાગઢ મામાના ઘરે આવી રહ્યો હતો. નવાગઢ પાસે જ અકસ્માત થયો અને આ અકસ્માતમાં અવનીબેનનું અવસાન થયું. સ્મિત મા વગરનો થઇ ગયો સાથો સાથ તેનો એક હાથ પણ કપાઈ ગયો.

ખૂબ જ નાની વયે અને જેને હજુ પોતાનું જીવન જીવ્યું ન હતું એવી કોમલ નાં જીવનમાં એક પછી એક ઘટના બની. તેના બહેનો દીકરો મા વિનાનો થઈ ગયો પણ તેના પિતા તો બહુ પ્રેમ કરતા હતા પણ માનાં પ્રેમનો ખાલીપો વર્તાય રહ્યો હતો. આ કારણે બીજા લગ્ન નો વિચાર ભાવેશ ભાઈ ન કર્યો કારણ કે સાવકી મા ક્યારેય મા ન બની શકે. આ જ કારણે કોમલ પોતાનું જીવન પોતાના બહેન નાં દીકરા માટે સમર્પિત કર્યું

કોમલ નિર્યન નિર્ણય આપ બધા મને મંજૂરી આપો તો મારે આપને એક વાત કરવી છે. હું સ્મિતની માસી છું અને સ્મિતને ખુબ ચાહુ છું. હું માસી મટીને એની મા બની જાવ તો સ્મિતને પરિવારનો જ પ્રેમ અને હુંફ મળી રહે.” દિકરીના આ સમર્પણની વાતથી પરિવારના પ્રત્યેક સભ્યોની આંખો ભીની થઇ ગઇ. કોઇએ કહ્યું પણ ખરુ કે બેટા, તારા પોતાના પણ સપના હોય, અરમાનો હોય. તારા એ સપનાઓનું શું ? છોકરીએ બધાને હિંમત આપતા કહ્યુ, “મારા પરિવાર કરતા મારા સપનાઓ મોટા નથી. તમે કોઇ એવું નહી સમજતા કે હું હજુ નાની છું.

બસ પછી તો આ વાત સૌ કોઈને હદયને સ્પર્શી ગઈ હતી. સૌ કોઈ આ વાત થી ખુશ થયા અને ગયા ડીસેમ્બર માં એમના લગ્ન થઇ ગયા. લગ્ન પણ અત્યંત સાદાઇથી આર્યસમાજ વિધી પ્રમાણે થયા. આ લગ્નની ખાસીયત એ હતી કે સ્મિત એની સગી આંખોથી એના મમ્મી પપ્પાના લગ્ન જોયા. અગ્નિ અને બ્રાહ્મણની હાજરીમાં તો લગ્ન થતા જ હોય પણ આ તો દિકરાની હાજરીમાં લગ્ન થયા.ખરેખર આજના સમયમાં આવી દીકરીઓ ભાગ્યે જ જોવા મળે છે જે પોતાનું સર્વસ્વ પરિવાર માટે ન્યોછાવર કરી દે.

 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *