રાજકોટના આ ગામના સરપંચે તેના ગામને એવુ અદ્ભુત અને સુંદર બનાવ્યું કે શહેરની સુવિધા પણ ઓછી લાગશે…જુઓ તસ્વીરો
મિત્રો આપણી આસ પાસ અનેક એવા વિસ્તારો છે કે જેને જોયા પછી એવું લાગે કે આ વિસ્તાર પ્રતયે કોઈએ ધ્યાન જ આપ્યું નથી. કારણકે અહીં કોઈ વિકાષ થયો હોઈ તેવું દેખાતું જ નથી. હાલનો સમય ભલે આધુનીક સમય હોઈ કે વિકાષ નો સમય હોઈ પરંતુ હાલમાં પણ આપણી આસ પાસ એવા ઘણા વિસ્તારો છે કે જ્યાં પાયાની સગવડો નો પણ અભાવ છે. આ વિસ્તાર માં રહેતા લોકો ને પ્રાથમિક અને જીવન જરૂરિયાત ચીજ વસ્તુ માટે પણ ઘણી મહેનત કરવી પડે છે. જો કે આવા તમામ વિસ્તારનો વિકાષ થાય તેવા ઘણા પગલાંઓ હાથ ધરવામાં આવી રહ્યા છે.
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં અનેક નાના મોટા ગામ અને શહેરો આવેલા છે. તેવામાં ઘણા ગામોની દુબળી હાલત જોતા તેમનો શું વિકાષ થયો હશે ? તેવો પ્રશ્ન ઉદ્ભવે છે જો કે આપણે ઘણી વખત એવું પણ અનુભવ્યુ હશે કે શહેરની તુલનામાં ગામનો વિકાસ ઘણો ઓછો થયો હોઈ તેવું લાગે છે. જેના કારણે આજે પણ ઘણા ગામોમાં જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ જેવી કે પીવા માટેના સુધી પાણી, ઈલેક્ટ્રીસીટી, ડ્રેનેજ સુવિધા, પાક્કા રોડ રસ્તા વગેરે પાયાની સગવડો ની ગેરહાજરી જોવા મળે છે.
તેવામાં આપણે અહીં એક એવા ગામ વિશે વાત કરવાની છે કે જેણે વિકાશના મામલામાં તમામ શહેર ને પાછળ છોડી દીધા છે. અહીં આવ્યા બાદ અને અહીંનો નજારો જોયા પછી તમને એવું સહેજ પણ નહિ લાગે કે આ કોઈ ગામ છે. પરંતુ તમે કોઈ વિદેશના શહેરમાં આવી ગયા હોવ તેવું લાગશે. મિત્રો આપણે અહીં જમના વડ ગામ અંગે વાત કરવાની છે કે જેનો વિકાશ જોઈનેદેશના દરેક ગામના લોકોએ આવું આયોજન કરીને પોતાના ગામનો વિકાષ કરવો જોઈએ.
મિત્રો જણાવી દઈએ કે આ જમના વડ ગામ રાજકોટ ના ધોરાજી પંથકથી આશરે 3 કિલોમીટર દૂર આવેલું છે. મિત્રો આ ગામ કોઈ વિદેશી શહેર જેટલું જ વિકસિત છે. મિત્રો જો તમને વાત કરીએ આ ગામ અંગેની તો જણાવી દઈએ કે તમને ગામમાં આવતાની સાથે જ સ્વચ્છ અને સાફ રસ્તા જોવા મળશે, ઉપરાંત ગામમાં ઘણા વિસ્તારોમાં બ્લોક પણ લગાવેલા છે. જો વાત પ્રકૃતિ અંગે કરીએ તો ગામના લોકોએ પ્રકૃતિ અંગે પણ ધ્યાન રાખ્યું છે. માટે જ તમને ગામમાં એક સુંદર અને ભવ્ય બગીચો જોવા મળશે. કે જ્યાં બાળકો માટે રમવા માટે અલગ અલગ વસ્તુઓ ની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
આ ઉપરાંત ગામના લોકો દ્વારા આધ્યાતમક બાબતો નું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. જેના કારણે તમને ગામમાં એક ઘણું જ સુંદર અને ભવ્ય મંદિર પણ જોવા મળશે. આ ઉપરાંત જીવન જરૂરી ગણાતું પીવાલાયક શુદ્ધ પાણી અંગે પણ વિશેષ કામ કરવામાં આવ્યું છે જેના કારણે ગામમાં રોજ 45 મિનિટ માટે શુદ્ધ પાણી મળી રહે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઉપરાંત ગામમાં મોબાઈલ નેટવર્ક માં કોઈ ખામી ન સર્જાઈ તેવા હેતુથી ટાવર પણ લગાવવા માં આવ્યો છે. આ ઉપરાંત આ ટાવર અને ગામને મળતી ગ્રાન્ટ ની રકમ નો ગામના લોકો દ્વારા સતત ગામના વિકાશ માટે વ્યવસ્થિત ઉપયોગ કરવામાં આવે છે. આ ગામ ખરેખર અન્ય ગામ માટે એક આદર્શ છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.