નડિયાદ માંથી સામે આવી મૃત્યુની ધ્રુજાવી દેતી ઘટના ! બે દિવસથી લાપતા હતા નાયબ મામલતદાર, જોયું તો ઘરના બાથરૂમમાં…કારણ

મિત્રો આ દુનિયામાં ક્યાં વ્યક્તિને ક્યારે અને કેવી રીતે મોટ આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ ગંભીર અકસ્માત, તો વળી કોઈ હત્યામાં વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત થતું હોઈ છે. તેમજ કોઈ વ્યક્તિને બીમારી હોવાને લીધી તેના કારણે તેનું મૃત્ય થતું હોઈ છે તેવીજ રીતે હાલ એક મોત કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં એક નાયબ મામલતદારનું મોત થયું છે. ઘટના અને મોતની પાછળનું કારણ જાણી ધ્રુજી ઉઠશો. આવો તમને આ સમાચાર વિગતે જણાવીએ.

મોતની આ હચમચાવી દેતી ઘટના નડિયાદના મનજીપુરા પાસેથી સામે આવી રહી છે જ્યાં રહેતા અને વસો પુરવઠા વિભાગમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા પરેશભાઈ મકવાણાનું આકસ્મિક મોત થયું છે જે બાદ ખુબજ અરેરાટી થવા પામી હતી. તેઓ બે દિવસથી ઘરમાં બહાર ન નીકળતા પાડોશીઓએ તપાસ કરી તો તેમનો મૃતદેહ ઘરના બાથરૂમમાંથી મળી આવ્યો હતો. આમ જે બાદ પોલીસ ઘટના સ્થળે તરતજ પહોંચી ગઈ હતી. જે બાદ સમગ્ર મામલે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં અપમૃત્યુની નોધ કરી છે.

જો તમને વિગતે જણાવીએ તો ઘટના એવી બની કે પરેશભાઈ રોજ સવારે ઘરેથી સરકારી દફતરે અને સરકારી દફતરેથી ઘરે એમ અવરજવર કરે છે. પરંતુ 24મી ડિસેમ્બરથી 27 ડિસેમ્બર વચ્ચે તેમના ઉપરોક્ત મકાનમાં કોઈ ચહલ પહલ જોવા મળી નહોતી. તેમના પરિવારજનો પણ ટુરમા નીકળી ગયા હતા જેથી પરેશભાઈ એકલા જ આ સમયગાળા દરમિયાન ઘરે હતા. આમ આ દરમિયાન ન્હાવા જતાં બાથરૂમમા કોઈ અગમ્ય કારણોસર અથવા તો પરેશભાઈ પોતે હાઈબીપીની બીમારીથી પીડાતા હોવાથી હાઈબીપી વધતાં એકાએક તેમનુ બાથરૂમમાં જ મોત નિપજ્યું હતું.

આમ આ સમગ્ર બનાવ મામલે આજે મરણજનારના ભાઈ પ્રશાંતભાઈ નાનજીભાઈ મકવાણાએ નડિયાદ ગ્રામ્ય પોલીસમા જાણ કરતાં પોલીસે અપમૃત્યુનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે. તેમજ આ સાથે જણાવીએ તો પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ તેઓ મુળ માતર તાલુકાના મલિયાતજ ગામના વતની છે અને તેમને સંતાનમાં એક નાની આશરે 11 વર્ષની દીકરી છે. પરેશભાઈની પત્ની અને સંતાન સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળ્યા હતા. આ દરમિયાન ઘરે એકલા પરેશભાઈનુ આકસ્મિક મોત નિપજ્યું છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *