બહેને મૃત્યુ પામેલા ભાઈ સાથે કઈક આવી રીતે મનાવી રક્ષાબંધન! આવું હૃદયદ્રાવક દ્રશ્ય જોઈ દરેક લોકો ભાવુક બની ગયા…જુવો તસવીરો

થોડા દિવસ માં જ ભાઈ બહેનનો મનગમતો તહેવાર રક્ષાબંધન પર્વ આવી રહ્યો છે જે દરેક ભાઈ બહેન માટે ખાસ તહેવાર ગણાય છે.રક્ષાબંધન ભાઈ બહેનના અતૂટ પ્રેમનો પવિત્ર તહેવાર મનાય છે.
સૌથી પ્યારો સબંધ ભાઈ બહેનનો હોય છે.બાળપણ હોય કે પછી મોટી ઉંમર થઈ ગઈ હોય આ સબંધ હંમેશા સારો જ જોવા મળતો હોય છે.આ સંબંધમાં ભાઈ બહેનનો પ્રેમ પણ બદલતો નથી કે નથી બદલાતી તેમના આ સબંધ પ્રત્યે ની લાગણીઓ.

સમયની સાથે આ સબંધ વધારે મજબૂત થતો જાય છે.મોટો ભાઈ હોય કે બેન બંને પોતાના થી નાના ને હંમેશા દુલાર જ કરતા જોવા મળે છે. જેને જોઈ ને કોઈ પણ નું દિલ ખુશ થઇ જાય છે.પરંતુ આજે એક એવી ઘટના સામે આવી છે કે જેમાં ભાઈ બહેનના પ્રેમને જોઈ દરેક લોકોની આંખમાં આસુ આવી જાય છે .આ ઘટના હોશંગાબાદ જિલ્લાના સીવની માલવા ગામની છે જ્યાં ૨ બહેનો અને એક ભાઈએ રક્ષાબંધન પહેલા જ આ તહેવારની ઉજવણી કરી હતી જેમાં બન્યું હતું એવું કઈક કે જે સાંભળી દરેક લોકો ભાવુક બની જાય છે.

બે બહેનોએ પોતાના ભાઈના હાથપર છેલ્લી રાખડી બાંધી હતી.કેમ કે તેમનો ભાઈ હવે આ દુનિયામાં નથી.ભાઈ ને આખરી વિદાય આપતી વખતે બહેનોએ રાખડી બાંધી હતી.જે દૃશ્ય જોઈ લોકો ભાવુક બની ગયા હતા.જાણકારી મળ્યા અનુસાર હાલમાં જ ભાઈ નિશાંક રાઠોડ બરખેડા રેલવે સ્ટેશનના પાટા પાસે તેની લાશ જોવા મળી હતી.જેથી આ ઘટના ચર્ચાનો વિષય બની ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે નિશાક રાઠોડે આત્મહત્યા કરી છે.જ્યારે ઘણા લોકો કહે છે કે આ હત્યા છે.

હાલમાં તો આ અંગે કોઈ ખુલાસો થયો નથી પરંતુ આ ઘટના બહુ જ અટપટી લાગે છે.મંગળવારે નીશાંક ના સિવનિ માલવા માં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. તેના શવને મહોલ્લામાં આવતા જ દરેક લોકો દુઃખી થઈ ગયા હતા અને વાતાવરણમાં શાંતિ જોવા મલી હતી.આ વાત બહુ જ ઝડપથી ફેલાઈ ગઈ હતી. નિશાક બે બહેનનો એક નો એક ભાઈ હતો. આથી આમ ભાઈ નું અકાળે મૃત્યું થતાં બંને બહેનો ના માથે જાણે આભ તુટી ગયું હતું.કેમકે તેની માતાનું તો પહેલા જ અવસાન થઈ ગયું હતું.આથી આખો પરિવાર તુટી ગયો હતો અને પિતા ને પણ આઘાત લાગ્યો હતો.

મૃતક નીશાંક ની બહેનનું નામ દીક્ષા રાઠોડ અને અંજલિ રાઠોડ છે તેઓ બંને ભોપાલમાં જ રહીને સોફ્ટવેર એન્જીનયર નો અભ્યાસ કરી રહી છે . ભાઈના આમ અકાળ મૃત્યુથી બંને બહેનો પર જાણે દુઃખનો પહાડ તુટી ગયો છે.ભાઈ બહેનના આટલા પ્રેમના લીધે તે બંને બહેનોએ ભાઈના અંતિમ સંસ્કાર સમયે ભાઈના હાથ પર રાખડી બાંધી છેલ્લી વાર રક્ષાબંધન મનાવી હતી.

સાથે જ જણાવી દઇએ કે સિવની માલવા ના નિવાસી નિશાંક રાઠોડે હાલમાં જ સોશીયલ મીડીયા પર એક પોસ્ટ મૂકી હતી.કે જે તેની છેલ્લી પોસ્ટ સાબિત થઈ ત્યાર પાછી જ ૨૦ વર્ષના નીશાંક ની રેલવેના પાટા પાસે લાશ મળી હતી.ત્યાં જ નિશાક ના પિતાના ફોનમાં એક મેસેજ પણ આવ્યો હતો જેમાં લખ્યું હતું કે ‘માથું શરીર થી અલગ ‘ આ ઘટનાને પરિવારના લોકોએ હત્યા થઈ હોવાનું માની પોલીસને વધુ જાણકારી મેળવવા માટે કહ્યું છે.સાથે જ આ ઘટનાને નિરપેક્ષ થઈ તપાસ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *