ભાઈની બીમારીની સારવાર માટે બહેને 45 કરોડ રૂપિયા લોકો પાસેથી એકઠા કર્યા હતા, અંતે બહેનજ સ્વર્ગવાસ થઈ… કારણ જાણી રડી પડશો

આ દુનિયામાં કોઈપણ વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માતમાં,હત્યા કે કળી ગંભીર બીમારીને કારણે વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક ખુબજ દુઃખદ ઘટના સામે આવી રહી છે. જેમાં ભાઈની બીમારીની સારવાર માટે બહેને 45 કરોડ રૂપિયા લોકો પાસેથી એકઠા કર્યા હતા, એ બહેનનું એ જ બીમારીના કારણે કરુણ મોત નિપજ્યું છે. ભાઈને તો બહેને બીમારીથી બચાવી લીધો હતો પણ જિંદગીની રેસ હારી ગઈ હતી. આવો તમને વિસ્તારમાં જણાવીએ.

આ ઘટના કેરળના કન્નુર જિલ્લા માંથી સામી આવી રહી છે જ્યાં જ્યાં 16 વર્ષની અફરા માટે લોકો અફસોસ કરી રહયા છે. અફરા નામની આ યુવતીએ કોઝીકોડની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. વાત કરીએ તો તેને સ્પાઇનલ મસ્કુલર એટ્રોફી નામની બીમારીથી પીડાતી હતી. આ એ જ બહેન હતી જેને પોતાના ભાઇને બીમારીથી બચાવવા માટે 46 કરોડ રુપિયા એકત્ર કર્યા હતા. અફરાએ લોકોને અપીલ કરીને ફાળા માટે દિવસ રાત એક કર્યા હતા. જે ખુબજ મહેનત અને સંઘર્ષની વાત છે.

વાત કરીએ તો અફરા ખૂબજ મહત્વકાંક્ષી હતી. તેને અસાધ્ય બીમારી છતાં કયારેય હિંમત હારી ન હતી. સિંગિગમાં તેને ખૂબ રસ હતો. ઇગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધોરણ-10માં અભ્યાસ કરતી આ છાત્રાનો મટ્ટલ ગામના કબ્રસ્તાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે અનેક લોકોની આંખો ભીની થઇ ગઇ હતી. તેના ભાઇનો ઇલાજ હજુ પણ ચાલું છે પરંતુ ભાઇ માટે લોકોને અપીલ કરનારી બહેને ચિરવિદાય લઇ લીધી.

તેમજ વાત કરીએ તો સ્પાઇનલ મસ્કુલર એટ્રોફી આ એક એવી આનુવાંશિક બીમારી હતી જેનો બંને ભાઇ બહેન ભોગ બન્યા હતા. પોતાના ભાઇ માટે આટલી નિસ્બત દાખવતી અફરાની લાખો લોકોએ પ્રશંસા કરી હતી. ક્રાઉડ ફંડિગ ઉઘરાવવું એ નાના છોકરાના ખેલ નથી તેમ છતાં આટલી નાની ઉંમરે તેની ભાવનાત્મક અપીલ જ કામ કરી ગઇ હતી. આમ પોતાના ભાઇ માટે વીડિયોમાં જણાવેલું કે બીમારીના કારણે મારા પગની ઘુંટીઓ વળી ગઇ છે. મને સુવામાં અને બેસવામાં તકલીફ પડે છે પરંતુ મારા ભાઇની સ્થિતિ તો આનાથી પણ નાજૂક છે જે ફર્શ પર રગદોડાઇ રહ્યો છે. આની દવાઓ અને સારવાર ખૂબજ મોંઘી છે માટે આર્થિક સહયોગ આપવા વિનંતી છે. ક્રાઉડ ફંડિંગમાં જરુર હતી 18 કરોડની પરંતુ 46 કરોડ એકત્ર થયા હતા. કુલ 7.7 લાખ લોકોએ તેને આર્થિક મદદ કરી હતી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.