ઉદ્યોગપતિ રમેશ ટીલાળાના ભાભીએ લીધા અંતિમ શ્વાસ ! જતા જતા પણ 5 લોકોને નવું જીવન આપતા ગયા, જાણો પૂરી વાત
મિત્રો વાત કરીએ તો આ દુનિયામાં કોઈપણ વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માતમાં કે તબીબી સારવારમાં કોઈ ગંભીર બીમારીને કારણે વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક મોત નો દુઃખદ મામલો સામે આવી રહ્યો છે. જેમાં મૃત પામનાર જે મહિલા છે તેનું અંગ દાન પણ કરવામાં આવ્યું છે. આવો તમને વિગતે પુરી વાત જણાવીએ.
આ ઘટના રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાના પિતરાઈ ભાભીનો અકાળે મૃત્યુ પામ્યા છે. આમ તમે જાણોજ છો ઘણાં લોકો એટલા દયાળું હોઈ છે કે તેઓમાં પરિવાર જો કોઈ મૃત પામ્યું હોઈ તો તેમના અંગદાન કરીને જરૂરિયાતમંદ લોકોને અંગદાન કરીને તેમને એક નવજીવન આપતાં હોઈ છે. તેવીજ રીતે આટલી કપરી સ્થિતિમાં પણ ટીલાળા પરિવારે મૃતકનું અંગદાન કરવાનો ઉમદા નિર્ણય લઈને અંગદાન થકી પાંચ લોકોને નવજીવન આપ્યું છે. આ સાથે જ રાજકોટમાં 102મું સફળ અંગદાન થયું છે.
આમ આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે રાજકોટમાં જ રહેતાં ત્યારે અચાનકજ પ્રભાબેન રાઘવજીભાઈ ટીલાળા (ઉ.વ.65)ને ગત તા.4ના બપોરે ચારેક વાગ્યાના અરસામાં માથામાં દુ:ખાવો અને ઉલટી થવા લાગી હતી. જે પછી તેઓ રાત્રે દસેક વાગ્યે તેઓ અચાનક બેભાન થઈ જતાં વોકહાર્ટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન પ્રભાબેનને મેજર હેમરેજ હોવાનું નિદાન થતાં તાત્કાલિક તેમનું ઓપરેશન કરી બ્લીડીંગ કરતી લોહીની નળીનું કોઈલિંગ કરવામાં આવી હતી. જો કે સઘન સારવાર કરતાં છતાં પ્રભાબેનના મગજમાં ખૂબ જ સોજો આવી ગયો હોવાથી તેમને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.
આમ આ દુ:ખદ સમાચાર પ્રભાબેનના પતિ રાઘવજીભાઈ, પુત્ર અશોકભાઈ તેમજ પરેશભાઈ ટીલાળાને મળતાં જ તેઓ ભાંગી પડ્યા હતા. જો કે આ વેળાએ ફરજ પર રહેલા તબીબોએ પરિવારજનોને અંગદાન કરવાની સમજણ આપતાં આટલી કપરી સ્થિતિમાં પણ તેમણે હિંમત રાખી પ્રભાબેનનું અંગદાન કરવાની સહમતિ આપી હતી આમ જી બાદ નેફ્રોલોજીસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશ્યન ડૉ.દિવ્યેશ વિરોજાએ અંગદાન માટેની સમગ્ર પ્રક્રિયા સંભાળી લીધી હતી. આ પછી ગતરાત્રે જ પ્રભાબેનની અંગદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી જે સોંગોપાંગ પૂર્ણ થઈ જતાં તેમના અંગદાનથી એક દર્દીને લીવર, બે દર્દીને કિડની ટ્રાન્સપ્લાન્ટ અને બે દર્દીઓને આંખો મળશે. આવી જ રીતે સ્કીન ડોનેશન થકી બર્ન્સના દર્દીઓને સારવારમાં મદદ મળશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.