૨૧ વર્ષ નો રીક્ષા ચાલક નો દીકરો બન્યો IAS ઓફિસર, તેની સંઘર્ષ ની કહાની સંભણી તમે ચોકી જશો….

તમે તમામ લોકો એ આમ જો સંભાળયુ જ હશે જો ઈરાદો મજબુત હોય તો સફળતા જરૂર મળી જ સકે છે. કહેવાય છે કે ઇચ્છાશક્તિ અને વધારે મહેનત થી માણસ કઈ પણ કરી સકે છે. પછી ભલે પરિસ્થિતિ કોઈ પણ હોય. જો તમે પણ કઈક કરવાનું નક્કી કરી લો અને કઈક કરી બતાવાની જુસ્સો હોય તો માણસ કોઈ પણ મુસ્કેલ ને પાર કરી સકે છે. આજે આપડે એક એવા જ વ્યક્તિ ની વાત કરવા જઈ રહ્યા છીએ. જેને પોતાના મહેનત ના કારણે એક અનોખી સિદ્ધિ હાસલ કરી છે. તેને  અનેક લોકો માટે પ્રેરણા પૂરી પડી છે, જે લોકો ગરીબ ની કહાની સંભળાવી કાયમ રોતા હોય છે અને જીવન માં હાર માની લે છે. તેમન માટે એક નવી મિસાઈલ કાયમ કરિ છે. આપડે વાત કરી રહ્યા છીએ અંસાર અહમદ શેખ ની. જે અનેક પરિસ્થિતિ નો સામનો કરી IAS ના મુકામ સુધી પહોંચ્યો છે.

મહારાષ્ટ્ર ના જાલના માં રહેવાસી  અંસાર અહમદ શેખ એ એવી સફળતા મેળવી જે ભારત ના ઘણા યુવાનો સપના જોતા હોય છે , અંસાર શેખ એ પોતાના જીવનમાં બહુ જ મુશ્કેલીઓનો સામનો કર્યો છે. પરંતુ પરીસ્તીતી ને હરાવી ને આગળ વધ્યો છે. અંસાર શેખ એ પોતાના જીવન માં ગરીબી બહુ જોઈ છે. ભૂખ પણ જોઈ અને તે અનેક વસ્તુ ના અભાવ માં રહ્યો છે. પરંતુ તેની અંદર દરેક પરિસ્થિતિ માં અભ્યાસ  કરવાની અને તેના આજ જનુન ના કારણે તે આજે IAS અધિકારી બન્યો છે. અંસાર શેખ ૨૧ વર્ષ ની ઉમરમાં UPSC ની પરીક્ષા આપી ૩૭૧ ના રેન્ક સાથે IAS અધિકારી બન્યા.

મહારાષ્ટ્ર ના જાલના જિલ્લાના એક ગામનો રહેવાસી અંસાર અહમદ શેખ ની પરિવાર ની આર્થિક સ્થિતિ બહુ જ ખરાબ હતી. તેના પિતા રીક્ષા ચલાવતા હતા ને માતા ખેતરો માં મજુરી કરવા કરવા જતી હતી. અંસાર શેખ ના પરિવાર ની હાલત એટલી ખરાબ હતી કે તેણે ભણતર અધૂરું મુકવાની જરૂર આવી પડી હતી. અંસાર જણાવે છે કે સબંધીઓ અને તેના પિતા એ તેણે ભણતર મુકવા માટે પણ જણાવ્યું હતું. એક મીડિયા રીપોર્ટ અનુસાર અંસાર અહમદ શેખ એ જણાવ્યું કે, પિતા એ ભણતર મુકવાનું કહ્યું હતું અને એટલા માટે તેઓ મારા સ્કુલ પણ પહોચ્યા હતા. પરંતુ મારા શિક્ષક એ તેમને  સમજાવ્યા અને જણાવ્યું કે હું ભણતરમાં બહુ જ સારો છુ ત્યાર પછી મેં ૧૦ ધોરણ સુધી અભ્યાસ કર્યો. ત્યાર પછી જયારે ૧૨ માં ધોરણમાં હું ૯૧ ટકા સાથે સફળ થયો ત્યારે ઘરના લોકો એ ક્યારેય ભણતર માટે રોક્યા નહિ.

અંસાર શેખ જણાવે છે કે તેના પિતા રીક્ષા ચલાવતા હતા. રોજના ૧૦૦ થી ૧૫૦ રૂપિયા સુધી જ કમાઈ થતી. જેનાથી પૂરો પરિવાર ના ખર્ચ નીકળી સકતો નહિ. એવી સ્થિતિમાં તેના પિતા માસે પૈસા નહોતા કે તે તેને ભણાવી સકે. જયારે ૧૨ માં ધોરણમાં હું પાસ થયો તો અંસાર અહમદ શેખ એ પુનાની ફ્ગુસન કોલેજ માં રાજનીતિ વિજ્ઞાન માં ગ્રેજુએશન કર્યું અને પછી UPSC પરીક્ષા ની તૈયારી શરુ કરવાનો નિર્ણય લીધો. પરંતુ પરિવાર ની આર્થિક સ્થિતિ સારી ના હોવાના કારણે તેણે પૈસા કમાવા વેઈટર ની નોકરી કરી. અંસાર શેખ એ જણાવ્યું કે પૈસા ની માટે હોટેલ નું કામ કર્યું અને ત્યાં લોકો ને પાણી સર્વ કરવાથી લઈને ટેબલ સાફ કરવા સુધી નું કામ કર્યું.

તમને જણાવી દઈએ કે અંસાર અહમદ શેખ કોલેના પહેલા વર્ષમાં હતા ત્યારે પ્રોફેસર એ તેમણે UPSC ની તૈયારી કરવાની સલાહ આપી. આનો અમલ કરી તેમણે ગ્રેજુએશન ની સાથે જ UPSC નું ટ્યુશન લેવાનો નિર્ણય  કર્યો. અંસાર અહમદ શેખ એ બહુ જ મહેનત અને સંઘર્ષ સાથે ૨૦૧૫ માં પહેલા જ પ્રયત્ન માં UPSC ની પરીક્ષા પાસ કરી. અંસાર એ આખા ભારતમાં ૩૭૧ માં નંબર સાથે IAS ઓફિસર બન્યો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *