હિરા ઘસતા પિતાનો દીકરો 18-18 કલાકો સુધી મહેનત કરી ડોક્ટર બન્યો! પિતા એ કીધુ કે..

તમે જાણોજ છો કે આ દુનિયામાં જો કોઈ વ્યક્તિ એક વાર કઠોર સંકલ્પ કરી ખુબજ મહેનત અને પરિશ્રમ કરી જે કામ કરે છે તેમાં તે જરૂર સફળતા મેળવતો હોઈ છે તેવીજ રીતે આજે તમને એક તેવાજ એક તેજશ્વી યુવક વિશે જણાવીશું. જે આજે ખુબજ મહેનત અને સંઘર્ષ કરી ડોક્ટર બન્યો છે. આજે તમને આ તેજશ્વી યુવાન વિશે જણાવીશું જેના વિશે જાણી તમને 100% ગમશે. આવો તમને તેમની સફળતા અને સંઘર્ષ ભર્યા જીવન વિશે જણાવીએ.

યુવકનું નામ મૌલિક હસમુખભાઈ ચાવડા જે કેશોદ પંથકના માણેકવાડા ગામના વતની છે જેણે અથાગ મહેનત કરી ડોકટરની પદવી મેળવી પરિવારજનોનું સ્વપ્ન સાકાર કર્યું હતું. આ અંગેની મળતી વિગત મુજબ, કેશોદ પંથકના માણેકવાડા ગામના વતની હસમુખભાઈ ભીખાભાઈ ચાવડા જે 25 વર્ષથી સુરત સ્થાયી થયા હતા જ્યાં હીરા ઘસવાની કામગીરી કરી રહ્યાં છે.

તેમજ આ અંગેની વધુમાં મળતી વિગત મુજબ,મૌલિકે બી એસ એમ એચના અભ્યાસ દરમિયાન તમામ વર્ષમાં ફર્સ્ટ કલાસ મેળવ્યો હતો.અને વડોદરાની કોલેજમાં અભ્યાસ કર્યો હતો. આમ હસમુખભાઈનું સ્વપ્ન હતું કે પુત્ર મૌલિક અભ્યાસ કરી આગળ વધે જે સ્વપ્ન મૌલિકે પૂર્ણ કર્યું હતું અને બીએસએમએચ-હોમિયોપેથીકની ડિગ્રી પ્રાપ્ત કરી હતી.તેમના પિતા હસમુખભાઈએ જણાવ્યું હતું કે મૌલિક પરીક્ષા દરમિયાન 18 કલાક સુધી વાંચન કરતો હતો અને ક્યારેક તો જમવાનો સમય પણ ન મળતો હતો. અંતે સફળતા મળી હતી.

પોતાના પિતાનું સ્વપ્નું સાકાર કરી મૌલિકે પરિવારનું નામ રોશન કર્યું છે અને સાથે પોતાના ગામનું નામ પણ મૌલિકે જણાવ્યું કે જ્યારે પણ માણેકવાડાના ગ્રામજનો ને કોઈ પણ તબીબી સેવાની જરૂરિયાત પડશે ત્યારે હું હાજર થઈ જઈશ અને વતનનું ઋણ ચૂકવીસ. આમ ગામના લોકોને સરી ડોક્ટરી સેવા આપી તેઓની બીમારીઓ દૂર કરી ખુબજ સારા કામ કરશે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *